બોલીવુડની આ ફિલ્મને એશિયાની સૌથી શ્રેષ્ઠ એક્શન ફિલ્મ ગણવામાં આવી

bollywood

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની દંગલ ફિલ્મને સાતમા ઓસ્ટ્રેલિયન એકેડેમી ઑફ સિનેમા એન્ડ ટેલિવિઝન આર્ટસ્ એવોર્ડ (આક્ટા) સમારોહમાં એશિયાની સૌથી શ્રેષ્ઠ એક્શન ફિલ્મ ગણાવવામાં આવી હતી.ઔબેસ્ટ એશિયન ફિલ્મ માટેની ખાસ જ્યુરીની મહિલા સભ્ય પીઢ અભિનેત્રી શબાના આઝમીએ ટ્વીટર પર મૂકેલા સંદેશામાં લખ્યું, ‘આક્ટા સમારોહમાં દંગલને એશિયાની સૌથી શ્રેષ્ઠ એક્શન ફિલ્મનો ખિતાબ એનાયત કરાયો…દંગલની ટીમને મારા હાર્દિક અભિનંદન…’ આ સમારોહમાં જ્યુરીના વડા હોલિવૂડના સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક રસેલ ક્રોવે સાથે શબાનાએ એક ફોટોગ્રાફ પણ ટ્વીટર પર શૅર કર્યો હતો અને લખ્યું હતું કે આ નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો એટલે એનો મહિમા વધી જાય છે.

પુત્રોને બદલે પોતાની પુત્રીઓને કુસ્તીબાજ બનાવનારા હરિયાણાના કુસ્તીબાજ મહાવીર ફોગાટની આ બાયો ફિલ્મ આમિર ખાનના બેનર તળે બની હતી અને નીતિશ તિવારીએ એનું નિર્દેશન સંભાળ્યું હતું. દંગલ ફિલ્મમાં આમિર ખાને પોતે મહાવીર ફાગોટનો રોલ કર્યો હતો. મહાવીરની પુત્રીઓ તરીકે ફાતિમા સના શેખ,સાન્યા મલ્હોત્રા, મહાવીરની પત્ની તરીકે સાક્ષી તંવર અને અન્ય પાત્રોમાં ઝાઇરા વસીમ અને સુહાની ભટનાગરે અભિનય કર્યો હતો.

Loading...