Abtak Media Google News

તાજેતરમાં સમાચારોમાં ચમકેલ ચંદીગઢની આઇએએસ પુત્રી વર્ણિકા કુંડ પ્રકરણમાં તેનો પીછો કરનાર વિકાસ બરાલાને આરોપી બનાવવામાં આવ્યો છે. તેમજ તેની સામે અપહરણના પ્રયાસનો ગુનો પણ નોધવામાં આવ્યો છે.

જસ્ટિસ વર્માની ભલામણ :

  • કોઇ ગર્લ કે મહિલાનો પીછો કરવામાં આવે તથા તેની સાથે છેડછાડ કરવામાં આવે તો તે ગુના માટે શક્ય તમામ કડક સજા કરવાની જોગવાઇ કરાઇ છે.
  •  જસ્ટિસ વર્મા કમિટિએ પોતાની ભલામણમાં ગેંગરેપ જેવા કેસમાં તો આકરી સજાની ભલામણ કરી જ છે. પરંતુ સાથો સાથ છેડછાડ અને પછી કરવા જેવા કેસમાં પણ બિનજામીન પાત્ર ગુનો નોંધવા જણાવ્યું હતું.
  • પહેલા આઇપીસીની કલમ-૩૫૪ અંતર્ગત કેસ નોંધવામાં આવતો હતો જેમાં ૨ વર્ષની સજા અને ગુનો જામીનપાત્ર ગણાતો હતો.
  • જોકે હવે કાયદાના સુધારા બાદ કલમ-૩૫૪ અંતર્ગત ગુનો સાબિત થયા બાદ ૫ વર્ષ સુધીની જેલની સજા જેમા ઓછામાં ઓછુ ૧ વર્ષની સજા ફરજીયાત કરવામાં આવી છે.
  • તેમજ આ જ કલમમાં (એ.બી.સી. અને ડી.) એમ ચાર પેટા કલમ પણ બનાવવામાં આવી છે. જ્યારે કલમ-૩૫૪એમા ચાર ભાગ છે.
  • સ્પર્શ કરવો પણ દુષ્કર્મ સમાન :
  • – જે અંતર્ગત ૩૫૪ એના પાર્ટ મુજબ કોઇ પુરુષ મહિલાને છેડછાડ અથવા શારીરીક સંબંધ માટે સ્પર્શ કરે તો તેને બળાત્કાર સમાન ગણવામાં આવશે.
  • તેમજ પાર્ટ-૨ મુજબ જો કોઇ પુરુષ મહિલા પર સેકસ્યુઅલ પ્રવૃતિ માટે દુરા આગ્રહ કરશે તો પણ તેને અપરાધની શ્રેણીમાં ગણાવાયો છે.
  •  સેકસ્યુઅલ કોમેન્ટ કરવાથી થઇ શકે છે સજા :
  • ૩૫૪ એના પાર્ટ-૪માં જો કોઇ પુરુષ મહિલા પ્રત્યે સેક્યુઅલ કોમેન્ટ કરે છે. તો પણ આ બધા જ મામલાના ૩૫૪ અંતર્ગત ૧ થી ૩ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

    વર્ષનો જેલવાસ :

  •  જ્યારે ૩૫૪-૭  બી અંતર્ગત જો કોઇ પુરુષ મહિલા વિરુધ્ધ બળ પ્રયોગ કરે અથવા તેને કપડા ઉતારવા માટે મજબુર કરે તો તેની વિરુધ્ધ બિન જામીનપાત્ર ગુનો નોંધી કાર્યવાહી કરવા જણાવાયું છે અને આ કેસમાં ત્રણ વર્ષ અથવા વધુમાં વધુ ૭ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

તસવીર ફેલાવી થઇ શકે છે, ૩-૭ વર્ષની સજા :

  • જો કોઇ પુરુષ મહિલાની અંગત તસવીરો પાડે અથવા તેને ફેલાવે તો કલમ ૩૫૪-સી અંતર્ગત પહેલીવાર દોષી હોવા પર ૩ વર્ષ અને ત્યારબાદ ૩-૭ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.