Abtak Media Google News

કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી માટે પાકિસ્તાન અનેક પેંતરા કરતું આવ્યું છે. ભારતમાં આતંક મચાવવા માટે પાકિસ્તાનના ટનલના માધ્યમથી આતંકવાદીઓની ઘૂસણખોરીના નાપાક ઈરાદા ઉપર બીએસએફ દ્વારા પાણીઢોલ કરાયું છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક હિરનગર સેકટરમાં બાંધવામાં આવેલી 150 મીટર લાંબી ટનલને કાથુઆ જિલ્લાના હિરાનગર સેક્ટરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ શોધી કાઢી હતી.

છેલ્લા 6 મહિનાની અંદર આ ત્રીજી ટનલ પકડાઇ છે. અગાઉ સામ્બા અને કઠુંઆ જિલ્લામાંથી બે ટનલ મળી આવી હતી હવે કઠુંઆ સેકટરના જ હીરાનગર નજીકથી વધુ એક ટનલ મળતા સુરક્ષા સંસ્થાઓ સતર્ક થઈ ચૂકી છે. આ ટનલ 50 મીટર લાંબી છે. આ ટનલ બીજા છેડે પાકિસ્તાનના શાકેરગઢ ખાતે નીકળે છે જ્યાં આતંકીઓના લોન્ચિંગ પેડ છે. જ્યાંથી આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ કરી શકે તેવી શંકા છે. આ ટનલ 2017માં બનાવાઈ હોવાની પણ શકયતા છે, જોકે વધુ માહિતી તપાસ બાદ જ બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.