Abtak Media Google News

સ્કીનકેર પ્રોડકટસમાં ગ્રાહકોને આકર્ષવા રાસાયણિક કલર અને સુગંધનો ઉપયોગ કરાય છે જે સ્કીનને નુકશાન કરે છે

અત્યારના ઇન્ટરનેટના સમયમાં હજારો સર્જરશન ‘સ્કીનકેર’ના ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પરંતુ શું તમે જાણો છો તે તમારી સ્કીન બગાડી શકે છે. તમે જે સ્કીન પ્રોડકટ ખરીદો છો તેમાં કયારેય વાંચ્યા છે ખરાં?  શું ખરેખર સ્કીનકેરમાં વપરાતી આ સામગ્રી તમારી સ્કીનમાં ગ્લો લાવશે? આ અંગે ડર્મેટોલોસ્ટ ડો. કિરણ લોહિઆ સેઠી એ તેમના ઇસ્ટાગ્રામ પર એક કેટલાક ઉત્પાદનો અંગે અને સ્કીન પર તેના ઉપયોગથી થતી અસરો અંગે વીડીયો શેયર કર્યો છે. જયારે તમે ‘સ્કીનકેર’ના ઉત્પાદનો ખરીદો ત્યારે તેમાં રહેલી સામગ્રી અને તેની માત્રા ને જરૂર તપાસો કદાચ આ સ્ક્રીનકેર પ્રોડકટ તમારી સ્કીન બગાડી નાખશે.01 20S The Best Skin Care For Your 20S 30S 40S And 50S 585385892 Verona Studioઆ અંગે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેયર કરતા ડો. કિરણ લોઆસેઠીએ જણાવ્યું કે, સ્કીન કેર પ્રોડકટસના કેટલાક એવા ઉત્પાદનો છે. જેમાં પ્રાકૃતિક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા રસાયણો એવા વિશેષ રૂપે ઉત્પાદનમાં લેવાય છે જે ખુબ જ સરસ સુગંધ ફેલાવે છે. કૃત્રિમ સુગંધના વાસ્તવમાં હજારો અલગ અલગ રસાયણો હોય છે. જેનું પરીક્ષણ કરવામાં આવતું નથી. અને આવા કૃત્રિમ સુગંધ વાળા ઉત્પાદનો સ્કીન માટે હાનિકારક છે.Skincareઆ ઉપરાંત કૃત્રિમ રંગવાળા ઉત્પાદનો પણ સ્કીનકેરમાં ઉપયોગમાં લેવાય છે આ કૃત્રિમ રંગ પણ ખરાબ રસાયણોમાંથી બનતો હોવાથી તે પણ સ્કીન માટે ખુબ જ નુકશાન કારક છે. આ પ્રકારની પ્રોડકટસથી એલજી અને સોજા પણ આવી શકે છે.

આવા ઉત્પાદનો કે જેમાં પેરાબેસ હોય છે. તેમને અવોઇડ કરવા જોઇએ આવા પેરાબેંસ સામાન્ય રીતે ફાર્માસ્યુટિકલ્સ, મોઇસ્ચરાઇઝર, શેમ્યુ સૌદર્ય પ્રસાધન અને ડિઓડ્રેન્ટસમાં ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે જે પ્રોડકટ જેને લગતી હોય તેવા પેસબેંસ ઉપયોગમાં લેવાય તો તે જે તે કેર માટે ઉપયોગી સાબિત થાય છે. જેમ કે બ્યુટી પેરાબેન, ઇથીયાપેરાબે, મેથીયા પેરાબેન્સનો ઉપયોગ બ્યુટી પ્રોડકટ કે અન્ય સૌદર્ય પ્રસાધનોમાં થાય છે. પરંતુ તેની માત્રામાં વધારો ઘટાડો થાય તો તે નુકશાન કારક સાબિત થાય છે. કેટલાક પેરાબેન્સનો નો વધુ પ્રમાણમાં અને વધુ સમય ઉપયોગ કરવામાં આવે તો તે સ્કીન કેન્સરને આમંત્રણ આપે છે.Skin Care Tipsઆમ સ્કીનકેર પ્રોડકટસમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તેના પ્રમાણને જાણ્યા વગર જો તેનો ઉપયોગ કરવામાં આવે તો ચામડીને નુકશાન થાય છે. માટે કોઇપણ સ્કીનકેરનો યુઝ કરતા પહેલા તેમા વપરાયેલ સામગ્રીને જરુર વાંચો અને સ્કીનને નુકશાનીથી બચાવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.