Abtak Media Google News

New Year Party ને હવે જાજો સમય રહ્યો નથી હવે નજીક છે. ત્યારે અનેક શહેરોમાં તો થર્ટી ફર્સ્ટ પૂર્વે જ પાર્ટીઓ થઇ રહી છે. થર્ટીફર્સ્‍ટની નાઈટ..! કદાચ આ રાત્રીએ નવા વર્ષને આવકારવાની ઉજવણીની પાર્ટીમાં કયાં કપડાં પહેરવાં, કઈ હેરસ્ટાઇલ કરવી, કેવો મેક-અપ કરવો વગેરેની તૈયારી ચાલતી જ હશે.

ન્યુ યરની ઇવેન્ટમાં ભીડમાંથી જુદા તરી આવવા માટે યુવતીઓ ડ્રેસિંગ અને ઍક્સેસરીઝની પસંદગી કરવા પર થોડું ધ્યાન આપવું જરૂરી બને છે.

શહેરની ગર્લ્સ થર્ટી ફસ્ટની નાઇટપાર્ટીમાં કોકટેલ ડ્રેસ, મીની સ્કટ, લેસ ડ્રેસ સાથે ડી.જે તાલે ઝૂમશે.

સ્કીન ટાઇટ વન પીસ ડ્રેસ લેડીઝનો ફેશન સિમ્બોલ બની ગયાં છે. આ ડ્રેસની બનાવટમાં તેના કટ અને એમ્બ્રોડરીને વધુ ધ્યાન આપવામાં આવે છે.

વન-પીસ એટલે ટોપ ટુ બોટમ માત્ર એક જ ડ્રેસ. જો કે હવે એને માત્ર ડ્રેસ તરીકે જ ઓળખવામાં આવે છે.

ખરેખર તો વન પીસ ડ્રેસનો ઈતિહાસ પણ એકદમ રસપ્રદ અને જાણવા જેવો છે વન પીસ ડ્રેસ સૌપ્રથમ ગાઉન તરીકે શરુ થયાં હતાં.

વન પીસ ડ્રેસમાં મુખ્ય કોકટેલ ડ્રેસ, નાઇટ વેર, સ્કર્ટ, ચીફ્રોન, પ્રોમ જેવી ડિઝાઇનની પેટર્ન માર્કેટમાં જોવા મળે છે.

હવે બ્લેક કલરની જગ્યાએ લાલ, પિન્ક, મેટાલીક, બ્લૂ, બ્રાઇટ કલરના વન પીસને લેડીઝ વધુ પસંદ કરી રહી છે.

લૉન્ગ ગાઉન કે ડ્રેસ હવે કોઈ ફંક્શન સુધી જ સીમિત નથી રહ્યાં, પરંતુ દરેક યુવતી કે મહિલા પાસે હોય જ છે. એના વગર વૉર્ડરોબ અધૂરો છે એમ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.