Abtak Media Google News

ઘણા લોકો ને સવારે વહેલા ઉઠવામાં તકલીફ થાય છે ભલે તે ગમે તેટલા વહેલા સૂઈ જાઈ પરંતુ તેઓ સવારે વહલા ઉઠી શકતા નથી. સવારે વહેલા ઉઠવાના આમ તો ઘણા બધા ફાયદાઑ છે આપણે સામાન્ય રીતે દિવસભર ઢગલા કામ કરી ને ખૂબ થકી જતાં હોય છીએ. અને રાતે વહેલા સૂઈ જાય છીએ છતાં પણ સવારે વહેલા ઉઠી શકતા નથી. તો આજે આપણે કેટલાક એવા ફાયદા વિષે જાણીએ વહેલા ઉઠવાના ફાયદાઓ વિષે…

સવારે વહેલી તકે ઉઠી જવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે. જે લોકો સવારે વહેલી તકે ઉઠી જવાની ટેવ ધરાવે છે તેમનામાં અનેક બિમારીનો ખતરો તો પહેલાથી જ ઘટી જાય છે. તેમની માનસિક સ્થિતી પણ સારી રહે છે. વહેલી તકે ઉઠી જતા લોકોમાં સિજાફ્રેનિયા અને ડિપ્રેશન જેવી માનસિક બિમારીનો ખતરો ખુબ ઓછો રહે છે.12021C5767F84E435D2Cd80Ff4Cfcd5E

આ અભ્યાસમાં અને તબીબો પણ માને છે કે માનસિક સ્વાસ્થને જાળવી રાખવા માટે પણ કેટલીક પહેલ જરૂરી હોય છે. સવારમાં વહેલી તકે ઉઠવાથી ડાયાબિટીસ અને સ્થુળતાનો ખતરો પણ ઓછો રહે છે.

કેટલીક માનસિક બિમારી પણ દુર થાય છે. સવારે ઉઠીને યોગ અને પ્રાણાયામ કરવાથી પણ લાભ થાય છે. દિવસભર તાજગી રહે છે. કામ પર સારી અસર થાય છે. કેટલાક નિષ્ણાંતોએ એમ પણકહ્યુ છે કે જ્યારે કોઇને બળજબરીપૂર્વક તેની બોડી ક્લોકની સામે ઉઠવા માટે કહેવામાં આવે છે ત્યારે તેની પણ માઠી અસર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.