જામનગર જિલ્લાના આ વિસ્તારો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે કરાયા જાહેર

જામનગર જિલ્લાના જામનગર મહાનગરપાલિકા  વિસ્તારના અમુક વિસ્તારમાં કોરોનાવાયરસના કેસ પ્રકાશમાં આવેલ હોય. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિશંકરે નેશનલ ડિઝાસ્ટર એક્ટ ૨૦૦૫ની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એકેડેમિક ડીસીઝ એક્ટ-૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂઇએ જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ મહાપ્રભુજી રોડની પશ્ચિમ દિશાએ તથા નાગમતી નદીની પૂર્વ દિશાએ આવેલ નુરી પાર્ક શેરી નં.૧ થી ૪નો વિસ્તાર, રાજમહેલ કોમ્પ્લેક્સ તથા તેની દક્ષિણ તરફનો વિસ્તાર, નૂરી પ્લાઝા અને તેની પશ્ચિમ તરફનો વિસ્તાર, રાજહંસ કોમ્પલેક્ષ અને તેની ઉત્તર તરફનો વિસ્તાર, રાબિયા મસ્જિદ ઉપરાંત નુરી પાર્કની ઉત્તર દિશામાં લાલવાડી શેરી નં. ૧ અને ૨, અન્નપૂર્ણા માતાજીના મંદિર સુધીના વિસ્તારને કોવિડ-૧૯ ક્ધટેન્મેંટ વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ પૈકી માત્ર દૂધ, તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.આ હુકમ સરકારી ફરજ ઉપરના અથવા રોજગારીમાં હોય તેમજ ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રોજિંદા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ પૈકી માત્ર દૂધ,તબીબી સેવાઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા પાસધારકોને તેમજ અવર-જવર માટે સક્ષમ અધિકારીની મંજૂરી મેળવનારને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો

જામનગર શહેરમાં કોરોનાના સંક્રમિત દર્દીઓના રહેઠાણ વિસ્તારોને અનુલક્ષી શરૃસેકશન રોડ પર દૂધની ડેરી સામે ગીતા વિદ્યાલય પહેલાના આડા માર્ગ સુધીમાં આવતા વિવિધ એપાર્ટમેન્ટ તેમજ આશાપુરા હોટલથી અંદરના આડા માર્ગ સુધીનો વિસ્તારમાં બજરંગ મીલ આસપાસનો નવાગામ ઘેડનો વિસ્તાર, ગાંધીનગર પાછળ નવા સ્મશાન રોડ તરફનો વિસ્તાર ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ક્ધટેન્મેન્ટ સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યાં છે. આજે જામ્યુકોની આરોગ્ય ટીમ દ્વારા ક્ધટેન્મેન્ટ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આરોગ્ય ટીમના સભ્યો ક્ધટેન્મેન્ટ ઝોનમાં ઘરે-ઘરે જઈ લોકોના આરોગ્યની સમીક્ષા કરી રહ્યાં છે.

Loading...