નાળિયેર તેલને પગમાં લગાવવાથી થાય છે આ મહત્વના ફાયદાઓ

પ્રાચીન ચિકિત્સા મુજબ પગના તળિયામાં ૧૦૦ જેટલા એકયુપ્રેસર પોઇન્ટ છે

પ્રાચીન ચિકિંત્સા પઘ્ધતિ દ્વારા પહેલાના જમાનામાં અનેક સારવાર કરવામાં આવતી હતી. એ તે સહાયક તેમજ કારગર પણ નિવડતી હતી. આવી જ એક ચિકિત્સા પઘ્ધતિનો ઉલ્લેખ પહેલાના સમયમાં દર્શાવાયો છે જેને આજે પણ લોકો અપનાવે છે અને વિવિધ ફાયદાઓ પણ મેળવે છે.

પગના તળિયા પર નાળિયેર તેલ લગાવવાથી વિવિધ ફાયદા મળે છે. આ ઉપચારથી થયેલા ફાયદાઓની પ્રતિક્રિયા કેટલાક લોકોએ વર્ણાવી છે.

નાળિયેરનું તેલ પગમાં લગાવવાના વિવિધ ફાયદાઓમાંનો એક ફાયદો એ છે કે તેનાથી વિવિધ દુ:ખાવામાં જેમ કે પીઠાનો દુખાવો, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો વગેરેમાં રાહત થાય છે. કારણ કે પગના તળિયામાં ૧૦૦ એકયુપ્રેસર પોઇન્ટ આવેલા છે. અને તેની અસર વિવિધ દુખાવામાં રાહત અપાવવામાં પણ થાય છે. અન્ય એક ફાયદામાં આંખને શિતળતા મળે છે. ઉઘ સારી આવે છે. સુગંધ પારખવાની શકિત વધે છે. પેટના દુ:ખાવામાં રાહત મળે છે. પગમાં તળિયાને આરામ મળવાથી આખા શરીરને આરામનો અનુભવ થાય છે કારણ કે સ્પર્શ શકિતનો અનુભવ કરાવવાનું એક જવાબદાર અંગ પગના તળિયા છે.

પગના તળિયાની બળતરાથી લઇને આંખોને ઠંડક પહોચાડવા માટે પગના તળિયે નાળિયેરના તેલનો માલીક અકસીર ઇલાજ છે.

Loading...