Abtak Media Google News

ગરબા રમવામાં જેટલી એનર્જી વપરાય છે. એટલો જ થાક પણ અનુભવાય છે. માત્ર પગમાં જ નહીં પરંતુ આખુ શરીર થાક અનુભવે છે. તેનાથી બચવા માટે આ ૧૦ ટિપ્સ તમારી મદદ કરશે.

– ગરબા કર્યા પછી બની શકે તો હુંફાળા પાણીથી સ્નાન કરવું. કારણ કે પરસેવાને કારણે શરીરમાંથી ગંધ આવી શકે છે.

– સવારે થોડી હળવી કસરત કરો જેથી માંસપેશીઓ લચીલી રહે અને ગરબાના સ્ટેપ્સ કરવામાં તકલીફ ન પડે. ઘરે જ કઠન સ્ટેટસનો અભ્યાસ કરી લો.

– પગના આરામ માટે અડધી ડોલ ગરમ પાણીમાં મીઠુ અને અજમો નાખી તેમાં પણ બોળીને બેસવાથી આરામ મળશે.

– ઉપવાસ હોય તો જ્યુસ, રેશાવાળા ફળ અને દૂધનું સેવન જરુર કરવું. જો ઉપવાસ ન હોય તો ગરબા કરવાના બે કલાક પહેલા ભોજન કરી લેવુ. કારણ કે ભોજન કરીને તરત ગરબા કરવાથી  પેટમાં તકલીફ થઇ શકે છે.

– થાકેલી આંખને આરામ આપવા માટે તેના પર ખીરા કાકડી કાપીને રાખો અથવા તો બટાટાને છીણીને ગુલાબ જળમાં મિક્સ કરીને લગાવવાથી આંખોને આરામ મળે છે.

– ગરબા મોટાભાગે ખુલ્લા મેદાનોમાં થતા હોય છે. જ્યાં માટી ધૂળ વધારો હોય છે જેનાથી વાળને નુકશાન થાય છે આથી દરરોજ વાળમાં શેમ્પુ કરો.

– ચહેરાને રોજ ક્લીન-અપ કરો. આ ફેશિયનું નાનુ રુપ છે. રોજ ફેશિયલ કરવાથી ચહેરા પણ ઝીણી ફોલ્લીઓ થઇ શકે છે. આથી ત્વચાને ક્લીંઝરથી નિયમિત સફાઇ પર્યાપ્ત છે.

– રાત્રે હાથને નાઇટ ક્રિમથી માલિશ કરો જેથી દાંડિયા રાસ  રમીને સુકાઇ ગયેલા હાથ ફરી કોમળ બનશે. નખની ચમક જાળવી રાખવા માટે લીંબુના છાલટા ઘસો.

– અસલી ઘરેણા ક્યાંક ખોવાય જાય તો ગરબાની મજા બગડી જાય છે.

– નકલી ઘરેણાની અધિક્તા સ્કિન પર એલર્જી કરે છે. આથી જરુર હોય તેટલુ જ પહેરો. જેથી ગરબા સહેલાઇથી રમી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.