Abtak Media Google News

મોરબીમાં પુર હોનારત બાદ દસ્તાવેજનો પ્રશ્ન આટલા વર્ષોથી વિલંબિત હોય જે અંગે દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા લડત ચલાવીને પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે અને પ્રશ્ન ઉકેલાઈ જતા હવે સમિતિ સમાપ્ત કરવામાં આવી છે જેથી આ બેનર હેઠળ કોઈપણ કામકાજ નહિ થાય તેવી જાહેરાત કરવામાં આવી છે દસ્તાવેજ અધિકાર મંચ મોરબીના ક્ધવીનર લાલજીભાઈ મહેતાની યાદી જણાવે છે કે મોરબીમાં 1979 માં પુર હોનારત આવેલ જેમાં સરકારે જમીન આપેલ અને મકાન જે તે સંસ્થાએ બનાવી આપેલ આ દસ્તાવેજનો પ્રશ્ન આડત્રીસ વર્ષથી પડતર હતો દરેક સોસાયટીનું સંગઠન અને દસ્તાવેજ અધિકારી મંચના તમામ સભ્યોની મહેનતથી અને અધિકારી વર્ગની સહાનુભુતિથી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાઈ ગયેલ છે અને હવે દસ્તાવેજો  પણ થવા લાગ્યા ચી નેવું ટકા કામ પૂર્ણ થઇ ગયું છે બાકીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે બાકીની અરજીનો નિકાલ પંદર દિવસમાં થઇ જશે તેમજ તાજેતરમાં દસ્તાવેજ અધિકાર મંચના તમામ સભ્યોની હાજરીમાં મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે હફ્વે દરેક કામ પૂર્ણ થયેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.