જાહેરમાં થુંકનાર ૭૨ અને ગંદકી કરનાર ૨૧ વ્યકિતઓ દંડાયા

60

કોરોના વાઇરસને અટકાવવાના ભાગરૂપે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કડક પગલા લેવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે તા. ૧૮-૦૩-૨૦૨૦ ના રોજ શહેરના ત્રણેય ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં થૂંકવાના જાહેરનામાના ભંગ કરતા આસામીઓ પાસેથી રૂ.૩૫,૪૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમજ જાહેર સ્થળોએ ગંદકી કરતા આસામીઓ પાસેથી કુલ રૂ. ૯,૮૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, આજરોજ જાહેરમાં થુંકતા અને જાહેરમાં દંડકી કરતા આસામીઓ પાસેથી કુલ રૂ. ૪૫,૩૦૦/- ના દંડની કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓમાં સેન્ટ્રલ ઝોનમાંથી કુલ ૨૧ આસામીઓ પાસથી રૂ. ૧૦,૫૦૦/- તેમજ ગંદકી કરતા કુલ ૮ આસામીઓ પાસેથી રૂ. ૨,૫૦૦/- નો દંડ વસુલ કરાયો, વેસ્ટ ઝોનમાંથી કુલ ૨૧ આસામીઓ પાસેથી રૂ. ૧૦,૫૦૦/- તેમજ ગંદકી કરતા કુલ ૬ આસામીઓ પાસેથી રૂ. ૩,૦૦૦/- નો દંડ વસુલ કરાયો અને ઈસ્ટ ઝોનમાંથી કુલ ૩૦ આસામીઓ પાસેથી રૂ. ૧૪,૪૫૦/- અને ગંદકી કરતા કુલ ૭ આસામીઓ પાસેથી ૪,૩૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.  આ કામગીરી અંગે હજુ વધુને વધુ કામગીરી ચાલુ છે, જાહેર જનતાને કોરોના વાઇરસ અંગે જાગૃત થવા અને જાહેરમાં ન થૂંકવા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવે છે. સમગ્ર કામગીરી ત્રણેય ઝોનના નાયબ કમિશનરઓના માર્ગદર્શન હેઠળ આસી. કમિશનરઓ, નાયબ પર્યવરણ ઈજનેરઓ, મદદનીશ પર્યાવરણઓ, વોર્ડ ઓફિસરઓ, તમામ ઝોનના એસ.આઈ.ઓ અને એસ.એસ.આઈ.ઓ દ્વારા કરવામાં આવી હતી.

Loading...