Abtak Media Google News

વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને અન્ય દલિત કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે રાજયના મુખ્ય સચિવને આવેદનપત્ર પાઠવી ચોંકાવનારો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, રાજયમાં દલિતોને ફાળવવામાં આવેલી જમીન માત્ર કાગળ પર જ છે અને આવી જમીનોના કબજાના કોઈ ઠેકાણા ન હોય ભાનુભાઈ જેવા કાર્યકરોને આત્મવિલોપન કરવું પડયું છે.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજયના મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરોને પરીપત્રો કરી કૃષિ જમીન ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ દલિત લાર્ભાીઓને આપવામાં આવેલી જમીનના હજુ સુધી કબજા મળ્યા નથી. આવા કબજાઓ વર્ષોી માત્રને માત્ર કાગળ પર છે અને ભૌતીક કબજા ન હોય જમીનોના પ્રશ્ર્ન સર્જાઈ રહ્યાં છે.

આ સંજોગોમાં રાજય સરકાર દ્વારા તાકીદે આવી જમીનોના સર્વે કરી માત્ર કાગળ ઉપર કબજા ન દર્શાવી દલિત લાર્ભાીઓને પ્રત્યેક્ષ કબજા મળે તેવી વ્યવસ ગોઠવવા માટે માંગણી કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.