Abtak Media Google News

જામનગર જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જોડિયા પોલીસ સ્ટેશનના તમામ ગામોના જવાનોના રીર્કુમેન્ટ કેમ્પ હડિયાણા ગામે યોજાયેલ છે. આ કેમ્પના જામનગર જીલ્લાના જીઆરડીના કે.બી.જાડેજા દ્વારા ચાલતા રીર્કુટમેન્ટ કેમ્પમાં જીઆરડી સભ્યોના પરેડમાં હાજર જોડિયા પોલીસ સ્ટેશનના તમામ ગામના જીઆરડી, એસઆરડી જવાનોનું સ્નેહમિલન યોજવામાં આવેલ હતું

અને જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ જુવાનસિંહ બી.જાડેજાની વયમર્યાદા પુરી નિવૃત થતા જામનગર જીલ્લા જીઆરડીના અધિકારી કે.બી.જાડેજાના વરદ હસ્તે શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલ છે અને આ કેમ્પમાં જામનગર તાલુકાના જીઆરડી, એએસઆઈ આર.બી.જોષી તથા જોડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એ.બી.ચાવડા અને જીલ્લા જીઆરડી માનદ અધિકારી બી.કે.ડાભી તથા તાલુકા જીઆરડી માનદ અધિકારી એમ.કે.જોષી અને તમામ જીઆરડી, એસઆરડી જવાનોએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.