Abtak Media Google News

‘મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવા માટે ચીનની શરતો પર ભારતે સહમતી ન દાખવીને આતકંવાદ મુદે હવે કોઈ સમાધાન નહીનું વલણ દાખવ્યું છે

કાશ્મીરના પુલવામામાં સૈન્યના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાના માસ્ટરમાઈન્ડ ગણાતા મસુદ અઝરને તાજેતરમાં સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. ભારતમાં સમયાંતરે થયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં માસ્ટરમાઈન્ડ ગણાતા મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા ભારત સરકાર છેલ્લા ૧૦ ર્વેથી માંગ કરી રહ્યું હતુ .

પરંતુ સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીન પોતાનો વીટો પાવર વાપરીને ભારતની આ માંગ ઠુકરાવી દેતું હતુ થોડા દિવસો પહેલા સુરક્ષા પરિષદમાં ભારતે ફરીથી કરેલી માંગ પર ચીને વૈશ્વિક દબાણ સામે ઝૂકી જઈને વિરોધ ન દાખવીને મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર થવા દીધો હતો. જેથી છેલ્લા એક દાયકામાં ભારત સરકારની આ મોટી કુટનૈતિક વિજય માનવામાં આવી રહી છે.

આ કૂટનૈતિક વિજય પાછળની જાણવા મળેલ વિગતો મુજબ પુલવામાં હત્યાકાંડ બાદ ભારતે મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે ચીન સતાધીશો સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી જેમાં ચીને શરતો મૂકી હતી કે જો ભારત આ મુદે પાકિસ્તાન પર હુમલો ન કરે અને તણાવને આગળ ન વધારે તો મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં સહમતી દાખવી હતી.

પરંતુ ભારત સરકારે ચીનની આ શરતો ઠુકરાવી દીધી હતી. વડાપ્રધાન મોદીએ પણ જાહેર કર્યું હતુ કે પુલવામામાં હત્યાકાંડના દોષિતોને કદી બક્ષવામાં નહી આવે ભારત સરકારે પણ આ મુદે આકરૂ વલણ દાખવીને પુલવામામાં હત્યાકાંડનો જવાબ એરસ્ટ્રાઈક દ્વારા આપીને પીઓકેના બાલાકોટમાં આવેલા.આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો હતો. જે બાદ પાકિસ્તાન ડરી ગયું હતુ કે ભારત ગમે ત્યારે તેના પર હુમલો કરશે જેથી, પાકિસ્તાને ચીન પાસે ખોળો પાથરીને મદદ માંગી હતી.

કુટનીતિ કરવામાં નિષ્ણાંત મનાતા ખંધશ ચીન સત્તાધીશોએ ભારત સરકાર પાસે મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના બદલામાં પાકિસ્તાન પર હુમલો નહી કરવાની શરત મૂકી હતી જેને ભારત સરકારે ઠુકરાવી દીધી હતી જે બાદ વિશ્વભરના મહત્વનાદેશો સમક્ષ ભારત સરકારે આ હત્યાકાંડમાં મસુદ અને જૈસે મહંમદની સંડોવણીના પૂરાવા આપીને ભારતને સ્વબચાવનો અધિકાર હોવાની હકિકતોથી વાકેફ કર્યા હતા. જેથી વિશ્વના તમામ દેશોએ પણ ચીન પર આ મુદે ભારે દબાણા ઉભુ કર્યું હતુ જેથી ખંધા આ મુદે ચીનના સતાધીશોએ આ મુદે પોતાનું વલણ ફેરવીને તાજેતરમાં મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો ન હતો. જેથી ભારતનો આ મુદે એક દશકા બાદ મોટો કુટનૈતિક વિજય થયો હતો.

આતંકવાદ મુદે મોદી સરકારે અત્યાર સુધી આક‚ વલણ દાખવ્યું છે તેને જોતા લોકસભાની ચૂંટણી બાદ ફરી કેન્દ્રમાં મોદી સરકાર આવે તો વૈશ્વક આતંકવાદી જાહેર થયેલા મસુદ અઝહરનો ઘડો લાડવો નિશ્ચિત છે. આ મુદે પાકિસ્તાનની સ્થિતિ ‘દુધ પીને ઉછરેલા સાપના ફુંફાડા’ સમાન હોય મસુદ સામે સ્થાનિક દબાણ સામે ખાન સરકાર સોફટ વલણ દાખવે તે નિશ્ચિત મનાય છે. જેથી પાકિસ્તાનના નરમ વલણ સામે ભારત કડક વલણ દાખવીને અમેરિકાએ ઓસામા બિન લાદેનની સામે હાથ ધરેલા જેવી ખાસ ઓપરેશનની જેમ ખાસ ઓપરેશન ધરીને મસુદ અઝહરનો ખાતમો કરશે તે નિશ્ચિત હોવાનું વિદેશનીતિઓનાં નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.