Abtak Media Google News

મુળી પોલીસે કર્યું તેમ પોલીસ ધારે તો સમાજ ઉપયોગી કામ પણ સરસ રીતે કરી શકે

આમતોસમાજમાં પોલીસ ખાતુ ખૂબ બદનામ છે. ખરેખર જો પોલીસ અધિકારીઓ તેમને મળેલી કાયદાકીય સત્તાનો ઉપયોગ જનહીતાર્થે જ કરે તો જનતામાં અતિશય માન પાન અને મરતબો પામે છે. વળી બીજી રીતે કુદરત દ્વારા તેમને મળેલ ફરજનું પાલન થતા તેનાથી અનાયાસે જ ‘કર્મયોગ’ રૂપે ઈશ્ર્વરની ઉપાસના થઈ જાયછે. ગુજરાતની જનતા હજુ પણ આવા ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલા તેજસ્વી સાધુ સંત જેવા કર્મયોગી પોલીસ અધિકારીઓને સાચા દીલની લાગણીથી યાદ કરે છે.તેમાં ઉદાહરણ રૂપ સૌરાષ્ટ્રમાં નિવૃત ડી.વાય.એસ. શ્રી ડી.કે.ગોહિલ તથા નિવૃત ડી.એસ.પી. શ્રી આર.ડી. ઝાલાને તો સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના તે સમયના દાહોદ સહિતનાં પંચમાલ જીલલાની જનતા હજુ યાદ કરે છે. તે જ પ્રમાણે નિવૃત ડીવાયએસપી અને ડે.પોલીસ કમિશ્નર આઈ.બી. કચ્છના શ્રી જે.વી.ઝાલાને મહેસાણાના ખેરાળુ તથા અમદાવાદનો ધોળકા તાલુકો તથા સી.આઈ. ડી. ક્રાઈમ અમદાવાદ અને કચ્છ જીલ્લો હંમેશા યાદ કરશે.

જે વિસ્તારમાં આવા કર્મયોગી અધિકારીઓ ફરજ બજાવતા હોય ત્યાં ગરીબ અને અમીર બંને જનતા સુખમય, નિર્ભય રીતે જીવન જીવી શકે છે. સૌ પોત પોતાના વ્યાપાર ધંધા ઉદ્યોગ સલામતીથી ચલાવી શકતા હોય જનતાને ખરેખર સુરાજયનો અહેસાસ થાય છે. જનતા પણ કાયદાનું અને નિતીનીયમોનું સ્વેચ્છા એજ પાલન કરવા લાગે છે. અને તે જગ્યાએ પોલીસનું મનોબળ અને નૈતિક હિંમત ઘણી ઉંચી હોય છે. જયારે ગુનેગારો,ખોટુ કરવા વાળાનું મનોબળ અને હિંમત શુન્ય થઈ જાય છે.

બીજી તરફ મળેલ હોદો અને સત્તાની ‚એ મળતા નાશવાન લાભોWine Wealth & Womanનો ઉપભોગ કરનારને પછી કોઈ યાદ કરતું નથી. આ બરબાદી ના ત્રણ રસ્તા ક્ષણીક તોબહુ સારા લાગે પરંતુ તેનું પરિણામ દુ:ખદ હોય છે. સમાજમાં જેમસાચા સંત અને સિધ્ધ પુરૂષ ગણ્યા ગાંઠયા હોય છે. તેમ આ ત્રણ ‘ડબલ્યુ’નો ત્યાગ કરીને ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પણ ગણ્યા ગાંઠયા જ હોય છે!

પોલીસ ખાતામાં સામાન્ય રીતે બે પ્રકારનાં પોલીસ અધિકારીઓ હોય છે. એક ખંભે લગાડેલા ‘સ્ટાર’થી શોભતા હોય તેવા અધિકારીઓ બીજા એવા અધિકારી કે જે ખંભે લાગેલા ‘સ્ટાર’ની શોભા વધારી દે છે.

પોલીસ ખાતામાં મોટે ભાગે અધિકારીઓ ખંભે લગાડેલ સ્ટારથી જ શોભતા હોય છે. પરંતુ જે અધિકારીઓ કર્મયોગીની જેમ કામ કરીને સ્ટારની શોભા વધારી દે છે. તેવા અધિકારીને જનતા ખૂબજ ચાહતી હોય છે. એટલે કે હોદા ને નહિ હોદો ધારણ કરનાર ને ચાહતી હોય છે.

આ મુળીના પૂર્વ ફોજદાર ગોસાઈ તેમના ખંભે લાગેલા સ્ટાર વડે ખૂબજ શોભતા હતા. તેમની જાહોજલાલી લંકેશની જાહોજલાલી ‘પવન પાણી ભરી જાયને વા વાસીદુ કરી જાય’ તેવી હતી અને ત્રણે ‘ડબલ્યુ’ તેમના કદમો ચુમતાહતી. ગોસાઈ પોતે પરિણત હતા. અને એક મોટી દિકરી પણ હતી. તેમ છતા એક મહિલા કોન્સ્ટેબલ જે‚ન્નિસા હોદા અને સ્ટારની રોશનીમાં તેની ઉપર ઓળઘોળ થઈ ગઈ ગોસાઈ સાે તે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ જો કેતેણીના પણ આ બીજા કે ત્રીજા લગ્ન હતા. આ ૩ ‘ડબલ્યુ’એભોગ લીધો ગોસાઈના કુટુંબનો ગોસાઈએ પોતાની પત્ની અને દિકરીને રોકકળ કરતા અમદાવાદ ભેગા કરી દીધા અને મુળી સરકારી કવાર્ટરમાં જ હિન્દુ વિધિ મુજબ મુળીના દિગ્ગજો અને ગણ્યા ગાંઠયા પોલીસ વાળાની હાજરીમાં જેરૂન્નીસા સાથે લગ્ન કરી લીધા. લગ્નમાં જ ગોસાઈએ જે‚ન્નિસાને કપાળમાં ચાંદલો કર્યો અને સેંથામાં સીંદૂર પૂર્યો

સુરેન્દ્રનગર જિલ્લાનાં આખા પોલીસ બેડામાં અને મુળી ગામમાં લોકોમાં ચર્ચા થતી હતી કે આ ‘બાબુ ભૈયા વાળો કાંડ’ આ મા-દિકરીને દુ:ખી કર્યા એટલે થયો. તો વળી કોઈ ચર્ચા કરતુ કે સરલા ગામમાં વાઘરીને ‘લુડકાવી’ દીધો તે વાઘરીનો આત્મા તેનો બદલો લેવા હડીયા પટ્ટી કાઢે છે જેલમાં પણ તે ઘણાના પંડયમાં આવી ને કે છે ‘હું નિદોર્ષ હતો મને ખોટો લટકાવી ને મારી નાખ્યો. હું અવશ્ય બદલો લઈશ’ તેમ તેના કારણે થયો તેવી ખૂબ ચર્ચાઓ ચાલતી હતી.

જયારે ફોજદાર જયદેવ મુળી પોલીસ સ્ટેશનમાં હાજર થયો ત્યારે તેને ચાર્જમાં જે ગુન્હાઓ અરજીઓ, તુમારો અને પ્રકરણો મળેલા તેમાં એક જિલ્લા કલેકટર સુરેન્દ્રનગરનો, પોલીસ વડા મારફતે આવેલો હુકમ પણ હતોજે હુકમ પૂવરફોજદાર ગોસાઈ માટે તેમનું લાયસન્સ રદ કરતા લાયસન્સ વાળુ હથીયાર સરકારી શસ્ત્રાગાર (થાણા)માં જમા કરવા માટેનો હતો. કોઈ અધિકારીએ હજુ સુધી આ હુકમની અમલવારી કરી નહતી અને હથીયાર પણ ગોસાઈની પાસે હતુ.

એક દિવસ અમદાવાદની પોલીસ પાર્ટી મુળી કોર્ટમાં મુદતે ગોસાઈને લઈને આવી કોર્ટ કેસની કાર્યવાહી પુરી થયા બાદ ગોસાઈ પોતાની જૂની રીયાસત કે જયાં પોતે પોતાનું શાસન ચલાવી અમન ચમન અને મોજ કરેલ તે મુળી પોલીસ સ્ટેશનમાં કેદી પાર્ટી સાથે આવ્યા તમામ કર્મચારીઓ ને મળ્યાબાદ જયદેવ ને પણ મળ્યા. જયદેવે ચા-પાણી પીવરાવી બપોરનાં જમવાનું કહેતા ગોસાઈએ કહ્યું ‘બાપુ હજુ મુળીમાં મા‚ નામ અને આબ‚ છે. મારો અને કેદી પાર્ટીનો કાર્યક્રમ નકકી થઈ જ ગયો છે (પાર્ટીનો) !’

જયદેવને થયું ઓ હો ? કેટલો મદ આ કસ્ટડીમાં પણ ! વિનાશ કાળે વિપરીત બુધ્ધી જયદેવને રામાયણના લંકા કાંડનો કિસ્સો યાદ આવ્યો. શ્રીરામની વાનર સેના સાથે લડતા લડતા લંકાના મહારથીઓ જેવા કે કુંભકર્ણ ઈન્દ્રજીત, અયરાવણ-મયરાવણ જેવા યૌધ્ધાઓ પણ માર્યા ગયા હતા. પરાજય નિશ્ર્ચિત જણાતા સતિ મંદોદરીએ લંકેશ ને કહ્યું કે હવે પતન નકકી જણાય છે. લંકાની જનતાની અને તમારા હીતમાં પણ શ્રી રામને સીતાજી પાછા આપી સુલેહ કરીલો. પરંતુ મગ‚ર રાવણે આવી વીષમ પરીસ્થિતીછતા હૂંકાર કરીને કહેલ કે આ ‘વનવગડામાં ભટકતા સાધુડાની લંકેશ સામે લડવાની શું વિસાત છે. હું ચપટીમાં મસળી નાખીશ’ આખરે લંકાનું પતન થયું જોકે ગોસાઈ પણ જેલમાં જ દા‚ ‚પી દૈત્યની મીત્રતાને કારણે હાર્ટએટેક આવતા ગુજરી ગયેલ પરંતુ તે પછીની વાત છે.

જયદેવે ગોસાઈને જીલ્લા કલેકટરનો લાયસન્સ વાળુ હથીયાર સરકારી શસ્ત્રાગારમાં જમા કરવા માટેનો હુકમ તેમને આપ્યો. તેઓ બોલ્યા ‘બસ ? કાંઈ વાંધો નહિ હથીયાર તો હું જમા કરાવી દઉ છું. જે‚નીસા પણ વઢવાણથી મુળી આવેલ છે. ઘરની ચાવી તેની પાસે છે તેણી કોર્ટમાંજ છે. અને એક માણસને બોલાવવા મોકલ્યો. જે‚ન્નીસાએ આવીને ગોસાઈના કહેવા મુજબ ઘેરથી રાયફલ લાવી પોલીસ સ્ટેશનમાં જયદેવ પાસે રજૂ કરી ગોસાઈએ કહ્યુંં ‘સાહેબ એક કામ કરો નેમારે આ હથીયાર વેચરી દેવું છે. આમેય હવે પૈસાની તો જરૂર પડશે ને? કોઈ લેવાલ હોય તો કહેજો બીજી મુદતે હું આવીશ ત્યારે વેચાણ દસ્તાવેજ કરી આપીશ.

જયદેવ પાસે પણ રાજકોટ ખાતેથી કઢાવેલુ બારબોર બંદૂકનું લાયસન્સ હજુ તાજુ જ હતુ. પણ બંદૂક વડોદરા જઈને લેવાની બાકી હતી. જયદેવે બંદૂકની પરિસ્થિતિ જોવા બંદૂક હાથમાં લઈ પહેલા બોલ્ટ ખોલીને જોઈ લીધુ કે મેગઝીન કે બેરલમાં કાર્ટીસ લોડ કરેલ નથીને? જોઈને ગોસાઈને કિંમત અંગે પૂછયું ગોસાઈએ કહ્યું ‘ભાવ તો ઠીક પરંતુ આ રાયફલ જ દુર્લભ હતી. આ બંદૂક માટે તો રામપરડાના કાઠી દરબાર બહાદૂરભાઈ ઉપર ખોટો કેસ કરાવવો પડયો હતા. બહાદૂરભાઈને આ બંદૂક બહુ પ્રિય હતી. વેચવા જ નહોતા માગતા મેં કહ્યું મારે જ જોઈએ છે. તેમણે મને આપવી જ પડી બંદૂક સરકારી રાયફલ ૩૦૩ની જેમ બોલ્ટ સીસ્ટમ વાળી છે. ચીલાચાલુ નાળ ખોલવી પડે તેવી નથી આ વાતચીત દરમ્યાન મૂળીના મહારથી બટુકસિંહ આવી ગયા એટલે તેને જોઈને ગોસાઈએ ઉતાવળ કરીને કહ્યું ‘બંદૂક જોઈ લો અને જમા કરી દોલાવો રજીસ્ટરમાં સહી કરી દઉ. જો પસંદ પડે તો વેચાણ ખત લખી તૈયાર રાખો હું બટુકસિંહ જોડે ચા પાણી કરતો આવું.જયદેવ તથા ગોસાઈની વાતચીત કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઉભા ઉભા સાંભળતા હતા. ગોસાઈ ગયાપ છી તેઓ જમાદાર મંગળસિંહને બોલાવી લાવ્યા બંને જણાએ જયદેવને કહ્યું આ રાયફલ વેચાતી લેવી રહેવા દો. પરંતુ જયદેવ ને આ રાયફલ બહુ પસંદ પડી તે મજબુત અને દેખાવમાં પણ ભરાવદાર અને બોલ્ટ સીસ્ટમની મેઈડ ઈન બર્મીંગ હામ ઈગ્લેન્ડની હતી. જયદેવે રાયટર હેડને રાયફલ તથા કાર્ટીસ જમા કર્યાની નોંધ આજની તારીખમાં જ હથીયાર ડીપોઝીટ રજીસ્ટરમાં કરવા કહ્યું.

જયદેવે જમાદાર મંગળસિંહ તથા પ્રતાપસિંહને પૂછયું ‘આવી સરસ રાયફલ છે.તમે લેવાની કેમ ના પાડો છો?’ પ્રતાપસિંહે કહ્યું ‘સાહેબ આ રાયફલની વાર્તા પણ ઐતિહાસીક ‘કોહીનુરહીરા’ જેવી છે. આ રાયફલ પહેલા આઝાદી પહેલાના વઢવાણ પાસે ના રતનપર સ્ટેટના ઠાકોર સાહેબ પાસે હતી આઝાદી આવી રાજપાટ ગયા. તેમણે વેચવા કાઢી એટલે રામપરડાના કાઠી દરબાર બહાદૂરભાઈએ લીધી બહાદૂરભાઈને ટીબી (ક્ષય)રોગ થયો ગોસાઈને ખબર પડી એટલે પહેલા થોડા દિવસ રાયફલ વાપરવા (શિકાર કરવા) માટે લીધી પછી બહાદૂરભાઈ પાસે વેચાતી માંગી. તેથી બહાદૂરભાઈએ રાયફલ પાછી લઈ લીધી તેમને ખૂબ પસંદ હોય વેચવા માંગતા જ ન હતા. તેઓ માન્ય નહિ એટલે ગોસાઈએ બહાદૂરભાઈ સામે સાચી ખોટી ફરિયાદો કરાવી બંદૂક જમા કરાવી દીધી. કંટાળીને અને આર્થિક ભીંસને કારણે તેઓએ આ રાયફલ ગોસાઈને વેચી દીધી.

રાયફલ ગાેસાઈ પાસે આવ્યાના ચાર પાંચ મહિનામાં જ આ સરલા વાઘરીવાળુ અને પછી બાબુ ભૈયા વાળુ બન્યું અને તેઓ જેલમાં ગયા આમ આ બંદૂક પહેલા ઐતિહાસીક કોહીનુર હીરો જેવી છે. જેની પાસે જાય છે તેને હેરાન કરે છે. જેમ કોહીનૂર હીરો ઈરાનના શહેનશાહ અને છેલ્લે પંજાબ નરેશ પાસે ગયો અને બધાના પતન થયા અને છેલ્લે લંડનના મ્યુઝીયમમાં પડયો છે.તેવું છે. જયદેવે કહ્યું તે બરાબર પરંતુ તેથી કોહીનુર હીરાની કિંમત થોડી ઓછી થઈ જાય? આપણે તેનો જે વાંધો કે બાદ છે તેજ દૂર કરી દઈએ જયાં સુધી આ રાયફલ આપણી પાસે રહેશે ત્યાં સુધી આ રાયફલથી કોઈ જીવહિંસા એટલે કે શિકાર નહિ કરીએ ફકત તેનો સ્વરક્ષણ માટે જે ઉપયોગ થાય તેજ કરીશું આ આઈડીયા સ્વામિનારાયણ જમાદાર મંગળસિંહને પસંદ પડી ગયો વાહ જીવ હિંસા, શિકાર જ બંધ! તો વાંધો નહિ હવે બંદૂકનો જે બાદ કે વંધો દૂર થયો, કરો જય સ્વામીનારાયણને બંદૂક લઈલો, બંદૂકનો વેચાણ દસ્તાવેજ તૈયાર થઈ ગયો જયદેવે પોતાના લાયસન્સમાં આ બંદૂકનું વર્ણન દાખલ કરવા માટે જીલ્લા કલેકટરને રીપોર્ટ મોકલી દીધો.

ગોસાઈએ જયદેવને કહ્યું હવે તો અંજળ પાણીએ જેલમાંથી છૂટવાનું છે. તો સરકારી મકાન પણ ખાલી કરી દઉ ને? મકાનમાં નો સામાન જો‚ન્નીસા બે દિવસમાં આવી ને લઈ જશે તેથી લાવો બિલ્ડીંગ રજીસ્ટરમાં પણ મકાન સોંપ્યાની સહી કરી દઉ. રાયટર હેડ બિલ્ડીંગ રજીસ્ટર લઈ ને આવ્યા અને ગોસાઈએ મુળી ફોજદારનું સરકારી મકાન ખાલી કર્યાનું અને સુપ્રત કર્યાની નોંધ કરી સહી કરી દીધી અને તેમનો કાફલો ઉપડયો સાબરમતી જેલ યાત્રાએ જવા સફર ચાલુ કરી દીધી કેદી પાર્ટી સાથે મહિલા કોન્સ્ટેબલ જેથી ન્નીસાને પણ સુરેન્દ્રનગર સુધી સાથે લીધી.કોન્સ્ટેબલ પ્રતાપસિંહ સીધા જકાત નાકે ઉપડયા અને એકાદ કલાકે પાછા અવીને જયદેવને કહ્યું ‘સાહેબ તમે આ સરકારી મકાનમાં રહેવાતો આવશો પણ મકાનમાં ખૂબ કુકડા સસલા બકરા કપાયા છે. મકાનનું શુધ્ધીકરણતો કરવું જ પડશે જયદેવે કહ્યું પહેલા ખાલી થવા દો પછી પી.ડબલ્યું.ડી.થી રીનોવેશન કરાવીને પછી આપણે નવચંડી યજ્ઞ તથા સત્યનારાયણ ભગવાનની કથા કરી પછી જ જસદણથી સામાન લાવીશુ.

જયદેવ સાંજના રોલકોલ પૂરો કરીને વિશ્રામગૃહ ગયો અને એક ટ્રક પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલા ફોજદારી કવાર્ટરના દરવાજા પાસે ઉભો રહ્યો મુળીની લગભગ તમામ પોલીસ પ્રતાપસિંહની આગેવાનીમાં જકાતનાકાનો સ્ટાફ પણ મદદમાં આવી કવાર્ટર ખોલી સામાન ટ્રકમાં ભરી દીધો ટ્રકમાં પ્રતાપસિંહ સાથે ગયા અને અમદાવાદ ગોસાઈના પત્ની અને દીકરીને સામાન સોંપી સામાન પૂરેપૂરો મળી ગયાની પહોચ મેળવીને સવાર પહેલા પાછા પણ આવી ગયા.

હંમેશ મુજબ જ બીજે દિવસે સવારે દસ વાગ્યે જયદેવ પોલીસ સ્ટેશને આવ્યો તો તેને પી.ડબલ્યુ.ડી.ના સુપરવાઈઝર મળ્યા અને કહ્યું કે સાહેબ બંગલામાં શું શું કરવું છે? જયદેવે કહ્યું હજુ તો તેમાં સામાન ભર્યો છે. ખાલી થાય ત્યારે વાત ત્યાં પ્રતાપસિંહે જયદેવને આવીને કહ્યું ‘સાહેબ રાત્રે જ ગોસાઈ સાહેબનો સામાન તેમના ધર્મ પત્નીને પહોચાડી દીધો છે. આ તેની પહોચ કાયદેસરનાં વારસદારને સામાન મળી ગયો તેની, જેરૂનીસ્સા ને નહિ.

પોલીસની બુધ્ધી કેવી તીવ્ર અને કેવી નોંધ લીધી કે બીલ્ડીંગ રજીસ્ટરમાં આગલા દિવસે જમાની નોંધ થઈ ગઈ છે. હવે જે‚ન્નીસા જખ મારે ને જોડા ફાડે! પોલીસ કર્મચારી ગણે ખરેખર કલ્યાણ (વેલફેર)નું કામ કર્યું આને કહેવાય રચનાત્મક બુધ્ધી જો પોલીસ ધારે તો ઉંધા લટકાવવાને બદલે સમાજ ઉપયોગી કામ પણ બહુસરસ રીતે કરી શકે જો ખરેખર પોલીસ દળ ધારે તો સાચો અને પ્રથમ ન્યાય પોલીસ જ કરી શકે!

કદાચ એટલા માટે જ આપણા રાજયમાં પોલીસની કેપ ઉપર જે મોનોગ્રામ કે જેમાં રાષ્ટ્રીય પ્રતિક સિંહની મુખાકૃતિ અને તેનીનીચે ‘સત્ય મેવ જયતે’ લખેલુ હશે તે મોનોગ્રામ પોલીસની ટોપી ઉપર લગાવી પોલીસને અને જનતાને પણ ‘સત્ય’ની યાદ અપાવવાનો આશય હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.