Abtak Media Google News

નિયમિત અડધો કલાક ચાલવાથી સામાન્ય તાવ, બહારના ઇન્ફેક્શની રક્ષણ મળે છે. સગર્ભા મહિલાઓ નિયમિત ચાલવાની કસરત કરે તો પ્રસૂતિ નોર્મલ અને સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. બ્લડ સર્ક્યુલેશનમાં નિયમિતતા આવે છે. સતત બેસીને કામકાજ કરનાર કર્મચારીઓએ વોકિંગ એક્સરસાઇઝ નિયમિત કરવી જોઈએ. યાદશક્ત અને ધ્યાનશક્તિમાં વધારો થાય છે

સ્વાસ્થ્ય માટે વોકિંગ એક્સરસાઇઝ બેસ્ટ છે. ચાલવાની પ્રક્રિયાથી શરીરનાં તમામ અંગો, સ્નાયુઓ અને હાડકાંને કસરત મળે છે. લોહીનું ભ્રમણ નિયમિત રહે છે. શરીરની અશુદ્ધિઓ પરસેવા વાટે બહાર નીકળી શરીરમાં પ્રાણવાન ઊર્જાનો સંચાર થાય છે.

હૃદયરોગ, ડાયાબિટીસ, શરીરનો ફરતો થવા જેવા રોગ માટે નિયમિત વોકિંગ એક્સરસાઇઝ કલ્પતરુ સમાન છે. નિયમિત ચાલવાથી હૃદયના ધબકારા નિયમિત બને છે. શરીરમાંથી વધારાની શર્કરાના બાળી નાંખે છે. નાડી, સ્નાયુઓ અને હાડકાંમાં નવા સેલ્સના નિર્માણમાં ઝડપી વધારો થાય છે.

ચાલવાની કસરત ઘણા પ્રકારે થઈ શકે. વોકિંગ, એરોબિક્સ, બેલી ડાન્સ દ્વારા એક પ્રકારે વોકિંગ એક્સરસાઇઝ થઈ શકે છે. સપાટ જમીન પર સીધા સૂઈ જઈ પગને સાઇક્લંગ કરતા હોય તેમ પગ ફેરવવાથી શરીરના કટી ભાગ, પાચનતંત્ર, સાળ અને ઢીંચણ-એડીઓને સારી કસરત મળે છે. પગના સ્નાયુઓ મજબૂત બને છે.

સગર્ભા મહિલાઓ માટે એવું માનવામાં આવે છે કે, તેમણે સગર્ભાવસ દરમિયાન કેવળ આરામ જ કરવો. હવે તબીબી નિષ્ણાતોના મતે ચાલવાની કસરત નિયમિત રૂપથી કરવાથી પ્રસૂતિ સરળ

બને છે. પ્રસવ પીડા સહન કરવી ની પડતી. ગર્ભસ્ શિશુનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત બને છે. નિયમિત ચાલવાની કસરતથી સગર્ભા મહિલાઓનું વજન સમતોલન બની રહે છે. શક્ત સ્ફૂર્તિ વધે છે, રક્તપરિભ્રમણ અને પાચનક્રિયા નિયમિત બને છે.

ચાલવાની કસરત કરતી વખતે પગમાં ફિટ બેસે તેવા સારા શૂઝ, ખૂલતા સિઝનને અનુરૂપ થવો પહેરવા. વોકિંગ એક્સરસાઇઝ ખુલ્લાં મેદાનો, બાગ બગીચા, નદી કાંઠે કે સમતળ મેદાનોમાં કરવી. વોકિંગ કસરતને નિયમિત બનાવવી, શરીરમાં પાણી ઓછું ન થાય, વધારે પડતો શ્વાસ ચઢે નહીં તે બાબતે કાળજી લેવી. લોન્ગ રૂટની એક્સરસાઇઝ કરતાં પહેલાં વોર્મઅપ એક્સરસાઇઝ કરવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.