Abtak Media Google News

રૂ.૨૨ લાખની મજૂરી ચૂકવવાનો અંદાજ

મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા કોઈ પણ કુટુંબ કે જેના પુખ્‍તવયના સભ્‍યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્‍છુક હોય તેમને રોજગારી આપવામાં આવે છે. બિનકુશળ શ્રમ કરવા ઈચ્‍છુક કુટુંબને રોજગારી આપવા નો હેતુ મનરેગા યોજનાનો છે.

મનરેગા યોજના થકી રોજગારી પૂરી પાડી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નિવાસ કરતા જરૂરિયાતમંદ કુટુંબોને આજીવિકાનો અવસર સાંપડે છે. તેમને રોજગારી આપી આર્થિક ઉપાર્જન કરવામાં મદદરૂપ થતા સામાજિક સુરક્ષા પણ તેમને મળી રહે છે.

આજીવિકા સુરક્ષા સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ટકાઉ અસ્‍કયામતોનું નિર્માણ, જળ સુરક્ષાની સ્‍થિતિમાં સુધાર અને જમીનની ઉત્‍પાદકતામાં વધારો ગ્રામ્‍ય વિસ્‍તારમાં દુષ્‍કાળ નિવારણ અને પૂર નિયંત્રણ સહિતની કામગીરી આ યોજના તળે કરવામાં આવે છે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે મનરેગા યોજના તળે કામગીરી હાથ ધરી રોજગારીનું સર્જન કરવામાં આવ્‍યું છે.

વઢેરા ખાતે મનરેગા યોજના તળે તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામ માટે રૂ.૨૩,૯૯,૨૦૦ની તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે.

મનરેગા તળેની આ કામગીરી તા.૧૯ મે-૨૦૧૮થી શરૂ કરવામાં આવી હતી જેના ભાગરૂપે પ્રથમ ભાગનું કામ તા.૨૮ મે-૨૦૧૮ના રોજ પૂર્ણ થયેલ છે. આ અઠવાડિયા દરમિયાન ૨,૦૦૦ શ્રમિકો કામ કરતા ૨૦ હજાર માનવદિન ઉત્‍પન્‍ન થયેલ છે. જેમાં રૂ.૨૨ લાખ મજૂરી ખર્ચ થવાનો અંદાજ છે. અંદાજે ૭૫૦ કુંટુંબોને રોજગારી પ્રાપ્‍ત થયેલ છે. વઢેરા ખાતેના તળાવમાં ૯ હજાર ઘનમીટર માટીનો પાળો બનાવવામાં આવેલ છે અને આ તળાવ ઉંડું કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.