Abtak Media Google News

અમેરિકાના રાષ્ટ્રપિતા અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આપી હતી.. Government Of The People, Govt by the People and Govt. for The People.. સરકાર લોકોની લોકો વડે અને લોકો માટે હોય… એનું નામ લોકશાહી… જોકે એતો અમેરિકન વ્યાખ્યા આપણા ચતુર અને ચાલાક બુધ્ધિશાળી અને ‘કાર્યક્ષમ’ રાજકારણીઓ ‘લિંકનની વ્યાખ્યા’ માં સુધારો ન કરે તો ભારતીય નેતા થોડા જ કહેવાય? Govt. OFF The People, Buy The People and Far The People…રાજકારણનું અણમોલ સુત્ર…લોકોને ‘પતાવી નાખો;, ખરીદી લો કે ‘દૂરરાખો’

વિશ્વનો કોઈ ચિતારો ન ચીતરી શકે એવું છે આજના ભારતીય રાજકારણનું આ વરવું પણ સત્ય ચિત્ર’.

એક હાસ્ય લેખકે બહુ હળવી શૈલીમાં પણ ગંભીર, ચોટદાર વાત કહી હતી…”ચૂંટણીમાં લાયક ઉમેદવાર’ તો એકેય ક્યાં છે? બસ, સહુથી ઓછા નાલાયક લાગે એને મત આપો” લોકશાહી વહીવટ… ગ્રામ પંચાયત નગરપાલિકા, નગર નિગમ, વિધાનસભા…લોકસભા અને રાજ્યસભા…દેશોને વહીવટ પ્રજાની સુખાકારી વિશ્વમાં દેશનું માથું ગર્વથી ઊંચું રહે એવી વિદેશી નીતિ, સ્વસ્છ-પારદર્શક કાર્યવાહી વિગેરે…વિગેરે માટે જેના હૈયામાં પ્રજાહિત હોય…દેશદાઝ હોય એવા લોકોને પોતાના પવિત્ર મત દ્વારા ચૂંટીને જે-તે ગૃહમાં ‘નેતા’ તરીકે લોકો મોકલે…અને નેતા ‘પ્રજાના સેવક’ તરીકે દેશની સ્થાવર-જંગમ, ભૌતિક અને બૌધ્ધિક સંપતિનો વહીવટ કરે…ગાંધીજીનો ‘ટ્રસ્ટીશીપ’ નો આ સિધ્ધાંત…

લોકોની તકલીફો…લોકોના પ્રશ્નોની ચર્ચા ગૃહમાં થાય…વિચાર-વિમર્શ થાય અને લોકોના હિતમાં બધા નિર્ણય લેવાય..વાહ…કેવું સરસ લાગે છે નહીં…? કદાચ આને જ ‘રામરાજ્ય’ કહેવાતું હશે…. છે… સિધ્ધાંતોમાં તો છે જ , બંધારણમાં પણ છે જ…ચિત્રમાં મરઘી છે…કાશ એનાથી ભૂખ સંતોષાતી હોત…!! An Egg In Hand Is Better Than A Her In Picture…જોકે..આપણા સેવાભાવી નેતાઓએ પ્રજાના હાથમાં ઈંડું એ ક્યાં રહેવા દીધું છે? આમલેટની જરૂરતો એમને જ હોય ને?

Parliament 7592એક આમ નાગરિક તરીકે ઘણીવાર એક પ્રશ્ન ચિતને ચકડોળે ચડાવે…ગાડી, બંગલો,વિવિધ પ્રકારના ભથ્થા…નોકર-ચાકર…વિવિધ પ્રકારની સુરક્ષા…પ્રજાના સેવક તરીકે આટલી અમથી સુવિધાતો મળવી જ જોઈએને આપણા નેતાઓને… ભલે મળે…અમે એમના માટે તો વિવિધ જાતના કર ભરીએ છીએ…અરે…જરૂર પડે તો (જોકે જરૂર રોજ પડે છે એટલે ફરજિયાત પણે)ભૂખ્યા રહેવાયે તૈયાર છીયે…એક જ આશાએ … અમારા પ્રશ્નો…અમને પડતી અગવડોની ગૃહમાં રજૂઆત થશે…કૈંક નિવેડો આવશે અમારી તકલીફોનો….

પણ લોકોને સ્વપ્નના જોવાનો હક્ક છે. રાજકારણમાં સપના સાચા પડતાં કલ્પવાનો પણ અધિકાર ક્યાં? લાખો-કરોડોના ખર્ચે ચાલતી ગૃહની કાર્યવાહી, સત્ર દરમ્યાન માત્ર 10 ટકા જ ચાલે… મારા મારી, ગાળાગાળી વોકઆઉટના જીવંત દ્રશ્યો આમ નાગરિકના લાભાર્થે નિખાલસપણે ટી.વી. પર રીલે થાય…માત્ર ભારતમાં જ શું કામ…વિશ્વ આખના લોકો આ જોઈ શકે..લોકોતો મૂરખા છે કે માથું શરમથી ઝૂંકી જાય છે એવું વિચારે છે… ખુશ થવું જોઈએ આપણાં લોકલાડીલા નેતાઓની નિખાલસતા ઉપર..એમના નિર્દંભ વ્યહવાર ઉપર….અરે…આનાથી વધારે પારદર્શિતા બીજી કઈ હોઇ શકે?

Mps Protest Lએક સમય હતો જ્યારે વિદ્દ્વાન અને બહુમુખી પ્રતિભાવાન નેતાઓ-(ઇંદિરા ગાંધી, અટલબિહારી બાજપાઈ વિગેરે…)જ્યારે ગૃહમાં બોલતા ત્યારે વિપક્ષ પણ એમને ધ્યાનથી સાંભળતો… દેશના હિતમાં ન હોય પ્રજાલક્ષી ન હોય એવા, સરકારના દરેક પગલાનો વિરોધ મક્કમ પણે કરવા માટે જ વિરોધપક્ષ હોય છે. સબળ વિરોધપક્ષ સારી લોકશાહીનું લક્ષણ છે…આજેય વિરોધ તો થાય જ ને?હા….એ વાત જુદી છે કે વિરોધનાં મૂળમાં પ્રજાહિત કે દેશહિતના બદલે..સ્વાર્થનું રાજકારણ અને દંભની મિલીભગત હોય છે…

ભારત આઝાદ થયું ત્યારે ઈંગ્લેન્ડના વડાપ્રધાન વિંસ્ટન ચર્ચીલે કહેલું….”Let Them Rule…There will be a time when We will be paid ruler…” આપણી નેતાગીરીનું ભવિષ્ય ચર્ચીલે ભાખ્યું હતું કે પછી ભારતની કમનસીબીનું ચિત્ર દર્શાવ્યું હતું?

અને છેલ્લે…માત્ર કટાક્ષ કરવાથી…થોડોક વિરોધનો દેખાવ કરવાથી કે ઘરના ખૂણામાં અંદરો અંદર ચર્ચા કરવાથી આપણી જવાબદારી પુરી થઈ જતી નથી આપણને ફરિયાદ કરવાનો અધિકાર છે જ નહીં કારણકે ગુનેગાર આપણે જ છીએ…!!

બાળપણમાં સાંભળેલ એક બાળગીત અત્યારે થોડાક નવા સ્વરૂપે યાદ આવે છે..

વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા…

ઢોર બધા ભૂખ્યા રહીને ભાભાને ખવરાવતા

ઢોર એટલે તમે તમે, તમે ને હું

ભાભા આપણાં લોકલાડીલા નેતા બીજું શું?

આપણાં શબ્દો ઢોર કેરી વાણી….

ભાભા એટલે ભાગીરથી નું પાણી….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.