Abtak Media Google News

અમદાવાદની હોસ્પિટલમાં ગાંધીનગર અક્ષરધામ મંદિરમાંથી હાથ ધરવામાં આવી કામગીરી રિમોટ રોબોટિકસથી વિશ્વમાં પહેલીવાર સ્ટેન્ટ બેસાડાયું

અમદાવાદના એપેકસ હાર્ટ ઈન્સ્ટિયૂટના ચેરમેન અને ચીફ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ દ્વારા વિશ્વના ફર્સ્ટ-ઈન-હ્યુમનટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન મારફતે ભારતે તબીબી વિજ્ઞાનના ઈતિહાસમાં એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. તેમણે ફર્સ્ટ ઈન હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન માટે કોરિન્ડસ વેસ્કયુલર રોબોટિકસ ઈન્ક. ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

આ વિશ્વનું સૌ પ્રથમ પરકયુટેનસ કોરોનરી ઈન્ટરવેન્શન છે.જે કેથિરાઈઝેશન લેબની બહાર રિમોટ લોકેષન પરથી હાથ ધરાયું છે. ડો. તેજસ પટેલ દ્વારા આ પીસીઆઈ પ્રક્રિયા અમદાવાદ સ્થિત એપેકસ હાર્ટ ઈન્સ્યિટયૂટની કેથિરાઈઝેશન લેબથી લગભગ ૩૨ કિમીના અંતરે આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાંથી હાથ ધરવામાં આવ્યું હતુ. જયારે દર્દી અમદાવાદમાં એપેકસ હાર્ટ ઈન્સ્ટિયૂટ ડો. સંજય શાહની દેખભાળ હેઠળ હતા.

ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શનલ પ્લેટફોર્મ ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં પસંદગીના અને ઈમર્જન્ટ પરકયુટેનસ કોરોનરી ઈન્ટરવેન્શન અને સ્ટ્રોક માટે દર્દીની સુલભતામાં નાટયાત્મક સુધારો લાવવાની ક્ષમતા ધરાવે છે. અને સ્ટ્રોક જેવી ઈમર્જન્ટ પ્રોસીઝનર્સની સારવાર માટેનો સમય ઘટાડશે અને ઓપરેટરની કુશળતામાં ભિન્નતા ઘટાડશે અને આમ કિલનિકલ પરિણામ સુધારશે.

ડો. પટેલે જણાવ્યું હતુ કે, હુ આ સફળતાને પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરૂ છું જેમના હૃદયની સારવાર કરવાનો મને લહાવો મળ્યો હતો. તેમના હૃદયે મારા હૃદયમાં પરિવર્તન લાવ્યું હતુ અને આ ટેકનોલોજી મારફતે હું લાખો લોકોના હૃદયમાં પરિવર્તન લાવવા માંગું છું.

તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે ઉપલબ્ધ અનેક વિકલ્પોમાંથી મેં સ્વામીનારાયણ અક્ષરધામ પસંદ કર્યું કારણ કે હું ઈશ્વરના સાંનિધ્યમાં રહીને તબીબી ઈતિહાસની આ નવીનતમ ઘટના હાથ ધરવા માંગતો હતો. મને લાગે છે કે, અક્ષરધામ વિજ્ઞાન અને આધ્યાત્મનું સંગમ હોવાથી પરંપરા અને ટેકનોલોજી માત્ર તબીબી ક્ષેત્રમાં જ નહી પરંતુ માનવતાના તમામ ક્ષેત્રને શાંતિ અને આધ્યાત્મ, સુગમતા અને સર્જનાત્મકતા પૂરી પાડે છે.

કોરિન્ડસ વેસ્કયુલર રોબોટિકસ ઈન્ડ. રોબોટીક આસિસ્ટેડ ઈન્ટરવેન્શનમાં એક વૈશ્વીક ટેકનોલોજી લીડર છે. કંપનીની સિસ્ટમ સૌ પ્રથજ્ઞ એફડીએ માન્ય મેડિકલ ડિવાઈસ છે જે પરકયુટેનસ કોરોનરી અને વેસ્કયુલર પ્રોસીઝરમાં રોબોટીક ચોકસાઈ લાવે છે. પ્રોસિઝર દરમિયાન ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ રેડીયેશન શીલ્ડેડ વર્કસ્ટેશનમાં બેસે છે. અને એક એક મિલિમિટરની ચોકસાઈ સાથે ગાઈડ કેથિટર, સ્ટેન્ટ અને ગાઈડ વાયરને આગળ ધપાવે છે.

વર્કસ્ટેશન ફિઝિશયનને વધુ નિયંત્રણ આપે છષ.અને સ્નાયુ કંકાલ ઈજાઓ પેદા કરતા ભારેખમ રક્ષણાત્મક સાધનો પહેરવામાંથી મૂકિત આપે છે. બીજી પેઢીની રોબોટિક આસિસ્ટેડ ટેકનોલોજી છે જે ચોકસાઈ વધારતા, વર્ક ફલો સુધારતા મહત્વના અપગ્રેડ ઉમેરીને પ્લેટફોર્મ એનહાન્સમેન્ટ ઓફર કરે છે. અને રોબોટથી થતી પ્રોસીઝરની ક્ષમતાઓ અને રેન્જ વિસ્તારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.