Abtak Media Google News

વિશ્વના સૌથી શ્રેષ્ઠ અપાચે અટેક હેલિકોપ્ટર ઇન્ડિયન આર્મીમાં સામેલ થશે. અમેરિકાએ ભારતને 6 અપાચે અટેક હેલિકોપ્ટર (એએચ-64ઇ) વેચવાની મંજૂરી આપી દીધી છે. જેની કિંમત અંદાજિત 6340 કરોડ રૂપિયા (930 મિલિયન ડોલર) છે. આ સમજૂતીને અમેરિકા કોંગ્રેસ પાસે મોકલી દેવામાં આવી છે. એક અંદાજ અનુસાર, જો કોઇ પણ સાંસદ આ સમજૂતી પર સવાલ નહીં ઉઠાવે તો તેને મંજૂરી માટે આગળ મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ હેલિકોપ્ટર્સને અમેરિકાની કંપની બોઇંગ બનાવે છે.

વિશ્વના સૌથી શ્રેષ્ઠ અટેક હેલિકોપ્ટર ગણવામાં આવે છે.ભારતમાં ટાટા સાથે અમેરિકન કંપની બોઇંગની પાર્ટનરશિપ છે. બોઇંગની પાર્ટનર ટાટા ભારતમાં અપાચેનું માળખું તૈયાર કરવાનું કામ કરી રહી છે.એએચ-64 અપાચે હેલિકોપ્ટરનું માળખું હૈદરાબાદમાં ટાટા બોઇંગ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યું છે. અપાચે હેલિકોપ્ટરનું માળખું એક જૂનના રોજ એરિજોના બોઇંગ કંપનીને મોકલી આપવામાં આવ્યું હતું.

આ સોદામાં સપોર્ટ અને સેલ માટે લૉકહીડ માર્ટિન, જનરલ ઇલેક્ટ્રિક, લોન્ગબો અને રેથિઓન મુખ્ય કોન્ટ્રાક્ટર છે.જ્યારે અપાચે હેલિકોપ્ટરના નિર્માતા બોઇંગ કંપની છે. મંગળવારે બેઠક માં અમેરિકન નિર્માતાઓ સાથે સ્પષ્ટ રીતે ભારતને હેલિકોપ્ટર વેચવાની મંજૂરી પર ચર્ચા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.