Abtak Media Google News

ઓછા ઉત્પાદનની શકયતાને પગલે વિશેષ પેકેજ જાહેર કરવા માંગ

વિસાવદર પંથકમાં આ વર્ષે ઇયળ-મુંડાનો ત્રાસ ઉભા પાકને નુકશાન પહોંચાડી રહ્યો છે. મોંધાભાવના બિયારણ અને દિવસ-રાત મહેનત કરી રહેલા ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે. ઇયળો ખેતરોમાં પાકને જે રીતે નુકશાન કરી રહી છે. તે જોતા ઉત્પાદનમાં ખૂબ ઘટ આપવાનો અંદાજ છે. ત્યારે આ વર્ષે ઓછા ઉત્પાદનની શકયતાને પગલે સરકાર વિશેષ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે.

વિસાવદર તાલુકાના ખેડૂતો આજે પોતાના ઉભા મોલને સૂકાતા દુ:ખી થઈ ગયેલ છે. મુંડાઓથી મગફળીના પાકને ખૂબ જ નુકસાન થઇ રહયુ છે. ઈયળો ખેતરોમાં  પાકને જે નુકસાન કરી રહી છે તે જોતા ઉત્પાદનમાં ખૂબ જ ઘટ આવવાનો અંદાજ છે અને આ વરસે તો સુરત અમદાવાદથી આવેલા પોતાના પરિવારના લોકોને કારણે ઘર ચલાવવામાં ખૂબ જ આર્થિક વધારો થયો છે.એટલે ખેડૂતો પર બેવડા ધોરણે હાડમારી ઉભી થઈ છે,મોંઘા દવાનો છંટકાવ કર્યો છતાં પણ કોઈ સારુ પરિણામ જોવા મળતું નથી, તો આવા સમયે આ વિસ્તારના ખેડૂતોને આ હાલાકીમાંથી બહાર લાવવામાં સરકારને સ્થાનિક નેતાગિરી પોતાની ફરજ સમજી તાલુકાના ખેડૂતો માટે આગળ આવે તેવું ઈચ્છે છે,

ઉત્પાદનનો નીચો ભાવ અને ઓછુ ઉત્પાદન બંને તરફથી ઉભી થયેલી મુશ્કેલીએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. આગામી દિવસો વિસાવદરના ખેડુતો માટે ખૂબ જ કપરા સંજોગો ઉભા કરશે તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોઇ વિશેષ પ્રકારનું પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણીનો અવાજ ઉઠી રહયો છે, ફકત ખેતી આધારીત આ તાલુકામાં કોઈ ઉધોગ નથી તો જો આ ખેતીને નહીં બચાવવામાં આવે તો સમગ્ર તાલુકાના લોકોને આની અસર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.