વોર્ડ નં.૧૮ના મહિલા કોર્પોરેટરે પરપ્રાંતીયોને ભોજન કરાવ્યું

એક બહેને કહ્યું ‘ત્રણ દિવસથી અન્ન ખાધું નથી’

વોર્ડ નં.૧૮ ના મહિલા કોર્પોરેટરે પોતાના આંગણે દોડી આવેલા ૩૦ થી ૩પ પરપ્રાંતિયોના સમુહને ભોજન કરાવી રાત્રે રહેવાની વ્યવસ્થા કરાવી આપતા પરપ્રાંતિયોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા અને જાગૃત મહિલા કોર્પોરેટર મેનાબેન વલ્લભભાઈ જાદવ દ્વારા છેલ્લા દોઢ માસથી સેવાકીય કાર્યો શરૂ કરાયા છે તેમજ રાહત રસોડું શરૂ કરેલું છે તા.૧૨ના રાત્રે ૩૦-૩૫ પરપ્રાંતીય શ્રમિકોનો સમૂહ વિસ્તારમાં પૂછપરછ કરતા મેનાબેન જાદવના ઘરે જમવાની અને રહેવાની વ્યથા વ્યક્ત કરવા ગયા હતા પરંતુ મેનાબેન જાદવ દ્વારા શ્રમિક પરિવારોને પડતી મુશ્કેલીઓ અને તેઓની તકલીફો વિષે વધુ તાગ મેળવતા હતા ત્યારે એક બેન દ્વારા રડતા રડતા કહ્યું કે અમે છેલ્લા ત્રણ દિવસથી અન્નનો દાણો ખાધો નથી અને આજીડેમ પોલીસ સ્ટેશને  મળવા જઈએ છીએ ત્યારે લાકડીઓ મારી તગેડી મુકે છે અને કોને કહેવા જવું આવા કપરા સમયમાં તમે જ કંઇ કરો આવું કહેતા ત્યારે જ મેનાબેન જાદવ અને તેઓના સસરા મીઠાભાઈ જાદવ દ્વારા અતિથી દેવો ભવ: કરી તમામને સૌપ્રથમ ભરપેટ જમાડ્યા અને રાત્રે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી તેમજ સવારે ચા-પાણી નાસ્તો કરાવી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રાહત રસોડામાં શૈલેશભાઈ જાદવ, વલ્લભભાઈ, વિપુલભાઈ, અલ્પેશભાઈ સાધારીયા, મનસુખભાઈ ડાભી, શૈલેશભાઈ મેર, છગનભાઈ મેર, વિજયભાઈ, ડી.કે. ગોહેલ, વિક્રમભાઈ, જગાભાઈ જાદવ, મહિલા આગેવાનો, મંજુબેન, જયાબેન બાવળિયા, કલુબેન ચૌહાણ, વર્ષાબેન વ્યાસ, સંગીતાબેન વગેરે સેવા આપી રહ્યા છે.

Loading...