સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ આત્મનિર્ભર ભારત : વડાપ્રધાન મોદી

મોદી સરકાર-૨ને એક વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો ઓડિયો સંદેશ

મોદી સરકાર ૨.૦નું એક વર્ષ પૂર્ણ થયું છે. આ સમયે તેઓએ ઓડિયો મેસેજની મદદથી દેશવાસીઓને સંદેશ આપ્યો છે. તેઓએ જણાવ્યું કે કોરોનાની મહામારીના લીધે હું આપની સમક્ષ આવી શક્યો નથી. આ ઓડિયો સંદેશની મદદથી તમારા આર્શિવાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ ઓડિયો સંદેશમાં ગેસ કનેક્શન, ઘર, શૌચાલય, વીજળી અંગેની વાતો કરી છે. સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ખેડૂતોની માંગ, જીએસટી, આર્ટિકલ ૩૭૦ની ચર્ચા કરી છે. મોદી સરકાર-૨નું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ભાજપે બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પુરુ કરતા કાર્યકરો અને નેતાઓ દ્વારા ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. દેશભરમાં ૭૫૦થી વધારે વર્ચ્યુઅલ રેલી અને  ૧ હજારથી વધારે વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત કોરોનાની મહામારીમાં સરકારે બહાર પાડેલી આત્મનિર્ભર યોજના ૧૦ કરોડ ઘર સુધી પહોંચાડવાનું પણ લક્ષ્યાંક લીધો છે. તો માસ્ક, સેનેટાઈઝરનું જરૂરિયાત મંદોને વિતરણ કરવામાં આવશે. ૧ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરાઈ છે.વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણે પોતાના પગ પર જ ઉભું થવું પડશે. આત્મનિર્ભર બનવું પડશે. મજૂરોઝ કામદારોએ અત્યંત દુ:ખ સહન કર્યું છે. હવે સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ આત્મનિર્ભર ભારત જ છે. હાલ વિશ્વને શંકા છે કે કોરોના ભારત માટે મોટો ખતરો છે. પણ આપણે કોરોનાને મ્હાત આપીને દેખાડીશું. વધુમાં તેઓએ ઉમેર્યું કે વર્ષ ૨૦૧૪માં દેશવાસીઓએ બદલાવ માટે મત આપ્યા હતા. ત્યારથી લઈને ૨૦૧૯ સુધીમાં ભારતનું કદ વિશ્વમાં વધ્યું છે.

અંતમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ જોગ જણાવ્યું કે દેશવાસીઓએ એકતાથી વિશ્વને અચંબિત કર્યું છે. હવે આર્થિક ક્ષેત્રે નવી ઉંચાઈ પ્રાપ્ત કરવાની છે. કોરોનાથી અસુવિધા છે પણ તેને જીવન માટે આફત ન બનવા દેવી જોઈએ.

Loading...