ભારતીય સ્વતંત્રતા સંગ્રામની વીરાંગના રાણી લક્ષ્મીબાઈના ગુણો જીવિત છે આજની મહિલાઓમાં

આપના દેશની મહાન વિરાંગણા કે જે મણિકર્ણીકા અથવા લક્ષ્મીબાઈ તરીકે ઓળખીયે છીએ. લક્ષ્મીબાઈ પોતાના સમયના કુશલ અને યોગ્ય સ્ત્રી હતા. તેઓમાં નાનપણથી જ નેતાગીરી કરવાના બધા જ ગુણો હતા .તેઓ રમકડાં અને ઢીંગલીથી રમવાની ઉંમરમાં તલવાર અને ઘોડાથી રમતા હતા.

પતિના મૃત્યુ પછી પોતાના રાજ્યનું બધો જ કારભાર પોતાના માથે લઈને રાજ્યને વ્યવસ્થિત ચલાવવું અને ગૃહસ્થજીવનમાં પૂરતું ધ્યાન આપવું અને પોતાના બાળકના ઉછેરની પણ પૂરતી તકેદારી રાખવી આ બધીજ જવાબદારી તેમને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી હતી.તેમનામાં હિંમત ,આવડત અને નેતાગીરીના સર્વશ્રેષ્ઠ ગુણો હતા.

21મી સદીના યુગની મહિલાઓમાં પણ આ બધા જ ગુણો જોવા મળે છે. આજે મહિલાઓ ક્યાં ક્ષેત્રમાં આગળ નથી . મહિલાઓ આજે પોતાની આવડત બધી જ જગ્યાએ બતાવી રહી છે.આજની મહિલાઓમાં પણ મણિકર્ણીકા જેવા ગુણો છે.

આજની મહિલાઓ ધારે તો શુ નથી કરી શકતી.તેઓ ગૃહસ્થજીવન પણ સંભાળે છે અને ઓફિસમાં પણ પોતાની યોગ્ય જવાબદારી નિભાવે છે. દેશની મહિલા વડાપ્રધાનથી લાઇ ને અવકાશમાં પણ સફર કરી શકે એટલી યોગ્ય બની ગઈ છે. મણિકર્ણીકાનો જે નેતાગીરીનો જે ગુણ હતો તે આજની મહિલાઓમાં પણ જોવા મળે છે તેઓ બધા જ ક્ષેત્રોમાં નેતાગીરી કરવાની તાકાત ધરાવે છે.
મણિકર્ણીકામાં જે યુદ્ધમાં લડાઈ કરવાના લક્ષણો હતા તે પણ આજની મહિલાઓમાં છે તેઓ પોલીસવર્ગ અને સેનાએમાં ભરતી થઈ ને આ ઉદાહરણ પૂરું પાડે છે.પરિવારની પૂરતી સંભાળ રાખવી તેઓની બધી જ જરૂરિયાત પૂરી કરવી એ મહિલાઓની આગવી ઓળખ છે.

જો આજની મહિલાઓને પૂરતું શિક્ષણ આપવામાં આવશે અને ભવિષ્યમાં જો કદાચ તેના પરિવાર પર મુશ્કેલી આવે તો તે ઘરનો દીકરો બની શકે છે મણિકર્ણીકાનો આ ગુણ પણ આજની મહિલાઓમાં છે. આધુનિક મહિલાઓને જરૂર છે તો ફક્ત એક તકની .

મહિલાઓની વધતી જતી પ્રગતિને લીધે આજે મહિલાઓને ‘ સુપર વુમન ‘ તરીકે ઓળખવામાં આવે છે. મહિલાઓ વધશે તો દેશનું ભવિષ્ય આગળ વધતું રહેશે.મહિલાઓ કહીયે આધુનિક યુગની લક્ષ્મીબાઈ કહી શકીએ છીએ.

Loading...