Abtak Media Google News

સોશ્યલ મીડિયા પર અનેક વિડિયો વાઇરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ ટ્વિટર પર એક વિડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે, લોકડાઇન માં અનેક ડાન્સ-વિડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ થતા હોય છે જે લોકોને પસંદ પણ પડતા હોય છે, પણ હાલમાં એક ડાન્સ-વિડિયો ટ્વિટર વાઇરલ થયો છે, જેમાં એક છોકરી સાડી પહેરીને એક ગીત પર ડાન્સ કરતી હોય એમ બૅકફ્લિપ મારી રહી છે.

સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને જોનારા દંગ થઈને છોકરીની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. વિડિયોમાં પાછળ આમિર ખાન અને માધુરી દી‌ક્ષિતની ફિલ્મ ‘દિલ’નું ‘મુઝે નિંદ ન આયે…’ ગીત વાગી રહ્યું છે. સાડી પહેરીને છોકરી શાનદાર ડાન્સ કરતાં સૌથી મુશ્કેલ મનાતો બૅકફ્લિપ મારે છે. ટ્વિટર-યુઝરે વિડિયો શૅર કરવાની સાથે લખ્યું છે, ‘શું ટૅલન્ટ છે, ન પગમાં જૂતાં, ન પ્રોપર ફ્લોર અને ઉપરથી સાડી પહેરી છે. આ છોકરી સાચે જ સુપરવુમન છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.