Abtak Media Google News

માનવ અધિકાર પંચ ઇઝરાયલ સાથે રાજકીય પક્ષપાત કરતું હોવાનો યુએસ રાજદુત મિકકી હેલીનો આરોપ

અમેરીકાએ સંયુકત રાષ્ટ્ર સંઘના માનવ અધિકાર પંચથી છેડો ફાડી લીધો છે અને આ માટે ઇઝરાયલ કારણભતમ માનવામાં આવી રહ્યું છે. અમેરિકા સચિવ તરીકે પોમ્પેઓ અને યુએનમાં અમેરીકી રાજદુત નીકકી હેલીએ રશિયા, ચીન, કયુબા અને ઇજીપ્તની પણ ટીકા કરતા કહ્યું  કે, તેઓ માનવ અધિકાર પંચમાં સુધારા લાવવાના અમેરિકાના પ્રયાસમાં બાધા નાખે છે. યુએનમાં યુએસ રાજદુત નીકકી હેલીએ પરિષદ પર આરોપ લગાવ્યો છે કે તે ઇઝરાયલ સાથે રાજકીય પક્ષપાત કરે છે.

અમરેકિા છેલ્લા ઘણાં સમયથી ૪૭ સભ્યોની આ પરીષદમાં સુધારો કરવાની માંગણી કરી રહ્યું છે. પરંતુ તે ઉપર ઘ્યાન દેવાઇ રહ્યું નથી. નીકકી હેલીએ પરિષદ પર માનવધિકારનું ઉલ્લધન કરનાર દેશોનો બચાવ કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ચીન, કયુબા, ઇરાન અને ઇજીપ્ત જેવા દેશોને નિશાને તાકતાં હેલીએ કહ્યું છે કે, માનવ અધિકાર પંચમાં ઘણા એવા સભ્યો છે કે જેઓ નાગરીકોના પાયાના અધિકારોનું સન્માન નથી કરતાઁ.

જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ ડોનાલ્સ ટ્રમ્પ બન્યા પછી ત્રણ મોટા રાષ્ટ્રીય સંગઠનથી અમેરીકા અલગ થઇ ગયું છે. આ અગાઉ તાજેતરમાં અમેરીકએ પેરીસ કલાઇમેન્ટ ચેન્જ અને પછી ઇરાન સાથે પરમાણું કરાર માંથી બહાર લઇ જવાની જાહેરાત કરી હતી. અને હવે, સંયુકત રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચથી બહાર થઇ જવાની જાહેરાત

આ જાહેરાત અમેરીકી રક્ષા વિભાગ તરફથી કરવામાં આવી છે તે સમયે નિકકી હેલી સાથે સચિવ મીકે પોમ્પેએા પણ હતા.  મીકકી હેલીએ કહ્યું કે માનવ અધિકાર પંચ માનવ અધિકારીને લઇને નહી પણ રાજકીય બાબતોને લઇ ઇઝરાયલ સાથે પક્ષપાત કરી રહ્યું છે યુએનના માનવ અધિકાર પંચના પ્રમુખે અમેરિકાની આ જાહેરાતને નિરાશાજનક ગણાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.