Abtak Media Google News

કોરોના વાયરસને કારણે લોક ડાઉનની હાલની સ્થિતિમાં છેક ગ્રામીણ સ્તરના નાગરિકો પ્રજા વર્ગોને ગામમાં જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ આવશ્યક સેવાઓ નિયમિત મળી રહે તેવા જનહિત અભિગમથી ૧૦ જેટલા સરપંચો સાથે સીધી વાતચીત કરી ફીડ બેક મેળવ્યા હતા.

વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેંટરના જન સંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના ૧૦ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના નાંદેજ કુનરિયા વડગામ ખોરસા ગઢકા ચંદાવાડા પરિયા ચિખલવાવ સિમલી અને ટીમના ગામના સરપંચોને તેમના ગામમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં  રેશનની દુકાનો પર પૂરતો અનાજનો પુરવઠો છે કે નહિ.. આરોગ્ય સેવાઓ  યોગ્ય મળે છે કે કેમ..ગામમાં સફાઈની વ્યવસ્થા તેમજ દૂધ શાકભાજી કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી ફીડ બેંક મેળવ્યા હતા.

મુખ્ય મંત્રીએ આ સરપંચોને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે જન જાગૃતિ લોકો દાખવે સોશીયલ ડિસ્ટન્સ જાળવે ગામમાં ભેગા ના થાય અને ઘરમાં જ રહીને આ વાયરસના સંક્રમણથી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમ્યાન કરી હતી.

ગામોના સરપંચોએ મુખ્ય મંત્રીએ તેમની સાથે સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિ ની રજેરજ માહિતી મેળવી તેની આગવી સંવેદનશીલતાની અનુભૂતિ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા દરેક ગામમાં લેવાઈ રહેલા સૌના આરોગ્ય સુખાકારીના પગલાંઓ અનાજનો પૂરતો જથ્થો સાફ સફાઈ વગેરે અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.