Abtak Media Google News

લોડેડ તમંચો, છરી અને મરચાની ભૂકી લઈને નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલ ત્રણ શખ્સોએ વિનાયક હોન્ડાના માલિકને લૂંટવાનું કાવતરું ઘડ્યું ’તું

મોરબીના સ્કાય મોલ સામે લૂંટની પેરવીમાં રહેલી ત્રિપુટીને દેશી તમંચો, છરી અને મરચાની ભૂકી સાથે ઝડપી પાડી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય શખ્સોએ વિનાયક હોન્ડના માલિકને લૂંટવાનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત પણ આપી છે.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે નંબર પ્લેટ વગરના બાઈક પર બેઠેલા ત્રણ શખ્સો લૂંટની પેરવીમાં હોય તેવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે સ્કાય મોલ સામેથી રૂપેશ બટુકભાઈ ઠાકર ઉ.વ.૨૨ રહે. નિત્યાનંદ સોસાયટી, સાઈ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬૦૪, ઋષિરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા ઉ.વ.૨૩ રહે. વાવડી રોડ, સોમૈયા સોસાયટી વચ્ચેની શેરી, રાજદીપ ગિરધરભાઈ લગધીર ઉ.વ. ૨૨ રહે. નવલખી રોડ, કુબેરનગર શેરી નં. ૪ વાળાઓને લોડેડ દેશી તમંચો, છરી અને મરચાની ભૂકી સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા તેઓએ સ્કાય મોલ પાસે આવેલા વિનાયક હોન્ડા શો રૂમના માલિક મિતેષભાઈ બાવરવા પૈસા લઈને ઘરે જવા નિકળે ત્યારે તેમને લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત આપી છે. એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.