Abtak Media Google News

પત્નીએ પ્રેમીની મદદથી પતિની કરી હત્યા

ચાર દિવસથી લાપતા બનેલા કોળી યુવાનનો કૂવામાંથી મૃતદેહ મળી આવ્યા બાદ ભેદ ઉકેલાયો: હત્યાના ગુનામાં સંડોવાયેલી પત્ની અને પ્રેમીની ધરપકડ

ઉપલેટા તાલુકાના ગણોદની કોળી પરિણીતાના પરપુરૂષ સાથેના આડા સંબંધમાં આડખીલીરૂપ બનતા પતિની હત્યાનું કાવતરૂ રચી પ્રેમીની મદદથી ચારેક દિવસ પહેલાં હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી હત્યાના ગુનામાં સંડોવાયેલી પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગણોદ ગામના રમણીક જીકાભાઇ દેગામા નામના કોળી યુવાન ચારેક દિવસથી ગુમ હોવાથી તેનો પરિવાર શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન કૂવામાંથી કોહવાયેલી હાલતમાં અને માથામાં તિક્ષ્ણ હથિયારના ઘાથી ઇજા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ રમણીક દેગામાની હત્યા કર્યા બાદ લાશને કૂવામાં ફેંકી દેવામાં આવ્યાનો તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા પોલીસે મૃતક રમણીક દેગામાની પત્ની ગીતાબેનની શંકાસ્પદ હીલચાલ જણાતા તેણીની અટકાયત કરી પૂછપરછ કરતા અને મોબાઇલના કોલ ડીટેઇલના આધારે તપાસ કરવામાં આવતા ગીતાબેને તેના જ ગામના પ્રવિણ સુગજી મેણીયા સાથે આડો સંબંધ હોવાનું અને તેના કારણે ઘરમાં અવાર નવાર ઝઘડા થતા હોવાથી આડા સંબંધમાં આડખીલીરૂપ બનેલા પતિ રમણીકનો કાટો કાંઢી નાખવા પ્રેમી પ્રવિણ મેણીયા સાથે પ્લાન બનાવી ચારેક દિવસ પહેલાં હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધાની કબુલાત આપતા પોલીસે ગીતા અને તેના પ્રેમી પ્રવિણ મેણીયાની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.