Abtak Media Google News

બે કોળી શખ્સોની માથાકુટમાં યુવકને પકડાવી દેવાનું કહેતા કર્યો આપઘાત

સાવરકુંડલાના મણિનગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા યુવાનને પોલીસમાં ફસાઇ દેવાની ધમકી આપતા ગભરાયેલ ગયેલા યુવાને પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવતા ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવછામાં આવ્યો હતો. જયાં યુવાનને સારવાર દરમ્યાન દર તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલામાં મણિનગર પાસે બગદાદનગરમાં રહેતા કેટરર્સમાં મજુરી કરતા અરમાન ઉસ્માનભાઇ ચૌહાણ નામના ર૧ વર્ષીય યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં યુવાને દમ તોડતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

વધુમાં પ્રાપ્ત વિગત મુજબ મૃતક અરમાનના મિત્ર શૈલેષ કોળી અને જગદીશ ઠાકોર વચ્ચે અગાઉ માથાકુટ થઇ હતી ત્યારે ગઇકાલ સવારે અરમાન અને શૈલેષ માવો ખાવા ગયા ત્યારે જગદીશ ઠાકોર ત્યાં આવી પહોચ્યો હતો. શૈલેષ સાથેની માથાકુટના પગલે જગદીશે અરમાનને પણ પોલીસ કેસમાં ફસાઇ દેવાની ધમકી આપી હતી.

પોલીસ ફરીયાદમાં નામ ચડવાના મામલે ગભરાયેલા યુવાને બપોરે પોતાના ઘરે ઝેર ગટગટાવી લેતા બેભાન અવસ્થામાં યુવાનનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં યુવાને સારવાર દરમિયાન દમ તોડયો હતો પોલીસે ઘટનાની નોધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.