પડતર માંગણી નહીં સંતોષાય તો આંગણવાડીઓ બંધ કરવાની ચિમકી

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી માંથી આંગણવાડીની બહેનોની અટકાયત

ગુજરાત મજદૂર સંઘના નેજા હેઠળ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી જતા આગણવાડી કાર્યકર  તેડાગર  અને આશા વર્કર  બહેનો ને પોલીસ દ્વારા અટકાયત કરી એસપી ઓફિસે લઇ જવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કર્મચારીઓની પોતાની હકની માગણી  અને પડતર પ્રશ્નો માટે આજે સત્યાગ્રહ છાવણી માં તમામ કર્મચારીઓ ઉમટી પડ્યા હતા પરંતુ આવતાની સાથે જ પોલીસ દ્વારા બહેનોને અટકાયત કરી અને યુનિયન ના પ્રમુખો ની પણ અટકાયત કરવામાં આવી હતી આવી હતી અને  અલગ અલગ પોલીસ સ્ટેશને મૂકવામાં આવી હતી જ્યારે  બહેનો  પોતાના હક માટે સરકારમાં રજૂઆત  કરવાના પહેલાં જ  અટકાયત કરી લેવામાં આવી હતી વેતન વધારા  ઉપરાંત મેડિકલ   સુવિધા  ાર  ગ્રેજ્યુટી ના લાભો મળવા જોઈએ  આશાવર્કર ની નિમણૂક આરોગ્ય વિભાગ દ્વારા થવી જોઈએ  બોર્ડ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવા  થતો હોવાથી ૧૯ માસના તફાવત નું ચુકવણું કરવું જોઈએ  એરિયર્સની ચૂકવણી કરવી જોઈએ  કર્મચારીઓના લઘુતમ વેતન ઓવરટાઈમ બોનસ  ગ્રેજ્યુઇટી  સહિતની સુવિધા આપવી  મહિલા કર્મચારીને નજીકના પોઈન્ટ ઉપર ડ્યુટી આપવા  જેવી અન્ય માગણી સાથે ગુજરાત સરકાર ને આવેદનપત્ર આપવા જતાં રસ્તામાં પોલીસે તેમની અટકાયત કરી અને તમામ મહિલાઓને એસપી કચેરી લાવવામાં આવી ત્યારે ગુજરાત ઓગણવાડી સંઘના પ્રમુખ અમિત કવિ જણાવ્યું કે અમારી બહેનો પોતાના હક માટે માત્ર બે કલાક ચર્ચા વિચારણા કરવા માટે એકત્ર થઈ હતી કોઇ નુકસાન કરવા કે સરકારને હાનિ પહોંચે એવું કોઈ પણ કામ કરવા આવી ન હતી પરંતુ સરકારે અમારી મહિલાઓને આવતાની સાથે અટકાયત કરી હતી એવું લાગી રહ્યું છે કે નાના કર્મચારી ની વાત સરકાર સાંભળવા માંગતી નથી પરંતુ જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો   ઓગણવાડી કેન્દ્રોપર ની તમામ કામગીરી બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી  અને જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે  તો ઉગ્ર આંદોલન કરવાના ની ચીમકી પણ ઉચ્ચારી હતી

Loading...