Abtak Media Google News

ગુજરાતના દરીયા કાંઠામા: અપર એર સાઇકલોનીક સરકયુલેશન સિસ્ટમના કારણે દરીયા તોફાની બનવા અને રાજયભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મુજબ પુરા સૌરાષ્ટ્રમાં અનાધાર વરસાદ અતિ ભારે વરસાદની આગાહી મુજબ પુરા સૌરાષ્ટ્રમાં અનાભાર વરસાદ પડી રહ્યો છે. જેમાં ઓખામાં આજ વહેલી સવારથી ૧ર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ઓખા ત્રીજા વરસાદની સવારી ધમાકેદાર રહી હતી. લોકો વહેલી સવારથી જ દરીયા ચોપાટી પર ન્હાવા પહોંચી ગયા હતા. આજનું ઓખા દરીયા કિનારાનું પ્રાકૃતિક વાતાવરણ એટલું સુંદર બન્યું હતું અને ધનઘોર ઘટામાંથી પડતો વરસાદે ધરતી સાગર અને આકાશ એક બન્યા હતા. અને આ વરસાદને માણવા માનવ જીવન પણ હાલોળે ચડયું હતું. આજના વરસાદ સાથે ઓખાનો અદાજીત વરસાદ સાત ઇંચ જેટલો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.