Abtak Media Google News

શાળાનં – ૬૧ અને શાળા નં ૪૯ ના કુલ ૧૨૦ બાળકોનો શાળા પ્રવેશ સંપન્ન

Final Photo 23 6 18 Govindbhai Patel Rajkot 15

રાજકોટના ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ ૫ટેલે શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮ના અંતિમ દિવસે જણાવ્યું હતું કે, બાળકમાં રહેલી ક્ષમતા પારખીને તેને ટોચ ૫ર લઈ જવાનું કામ શિક્ષકોનું છે.

Final Photo 23 6 18 Govindbhai Patel Rajkot 13પ્રાથમિક શિક્ષણને બાળકોના જીવનનું સૌથી અગત્યનું અંગ ગણવતા શ્રી ગોવિંદભાઈએ શિક્ષકોને તેમની કામગીરી પુરી એકાગ્રતાથી કરવા અનુરોધ કર્યો હતો અને વાલીઓને બાળકોના અભ્યાસમાં રસ લેવા ટકોર કરી હતી.

Final Photo 23 6 18 Govindbhai Patel Rajkot 9ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલે રાજ્યસરકારે અમલી બનાવેલ વિવિધ શૈક્ષણિક યોજનાનો લાભ લઈ પ્રગતિ કરવા બાળકોને જણાવ્યું હતું.

Final Photo 23 6 18 Govindbhai Patel Rajkot 11 1શાળા નં – ૬૧ માં આંગણવાડીમાં ૫ – કુમારો અને ૧૦ – કન્યાઓ અને ધોરણ – ૧ માં ૨૮ કુમારો તથા ૨૧ કન્યાઓ તથા શાળા નં – ૪૯(બી) માં આંગણવાડીમાં ૧૫ કુમારો અને ૧૮ – કન્યાઓ મળી કુલ ૧૨૦ બાળકોને આજે સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળા પ્રવેશ કરાવાયો હતો.

Final Photo 23 6 18 Govindbhai Patel Rajkot 12ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ આંગણવાડી તથા ધોરણ – ૧માં પ્રવેશ મેળવતા બાળકોને ઢોલના તાલ સાથે શાળામાં દોરી લાવ્યા હતા, તથા પ્રવેશપાત્ર બાળકોને શિક્ષણકીટ આપી હતી. ધોરણ – ૩ થી ધોરણ – ૮ ના તેજસ્વી બાળકોને મહાનુભાવોએ ઈનામ વિતરણ કર્યું હતું.

Final Photo 23 6 18 Govindbhai Patel Rajkot 17મનુષ્ય ગૌરવગાનથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ પુષ્પ્ગુચ્છ વડે સ્વાગત કરાયું હતું. શાળાના બાળકોએ યોગનિદર્શન, દેશભક્તિગીત, બેટી બચાવો  વિષયક પ્રવચન વગેરે રજુ કર્યા હતા.

Final Photo 23 6 18 Govindbhai Patel Rajkot 8 1શાળાના બાળકોએ શિષ્યવૃતી, પાઠ્યપુસ્તક, તથા ગણવેશનું વિતરણ કરાયું હતું. શાળા પરિસરની મુલાકાત લઈ શ્રી ગોવીંદભાઈ પટેલે વૃક્ષારોપણ કર્યું હતું.

Final Photo 23 6 18 Govindbhai Patel Rajkot 7આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રી ઘનશ્યામસિંહ જાડેજા તથા જયાબેન ટાંક સી.આરસીશ્રી પંકજભાઇ ગોઢાણીયા, આચાર્યોશ્રી રાજેશભાઈ મકવાણાતથા મગનભાઇ રામોલીયા, કેળવણી નિરીક્ષક શ્રી ડી.એન. ભુવાત્રા, શીક્ષણ સમિતિના સભ્યશ્રી મુકેશભાઈ મહેતા, અગ્રણીશ્રી હીરાભાઈ ડાંગર, લાયઝન અધિકારીશ્રી જે.કે.ગાજીપરા, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.