Abtak Media Google News

ભારતનાં બજેટ ૨૦૨૦માં ગુજરાત માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે.

ધોળાવીરા, બુલેટ ટ્રેન અંગે પણ ખાસ પેકેજ જાહેર કરાયા છે. આટલું જ નહીં ગુજરાત મોડેલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ ભારતભરમાં તૈયારીઓ કરવામાં આવી છે. આમ, ભારતનાં બજેટ ૨૦૨૦માં ગુજરાતને વિશેષ ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકાર તરફથી મળી છે. ગુજરાત અને ગુજરાતીઓની વ્યવસ્થા સંસદમાં વખણાઈ વાહવાહીઓ થઈ છે.રાજ્ય સરકાર દ્વારા ફોરેન્સિક સાયન્સને મજબૂત બનાવવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી શરૂ કરી હતી. જેને આગળ ધપાવવા માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનેલી કેન્દ્ર સરકારના નાણાંમંત્રીએ ગુજરાત પેટર્નથી દેશનાં અન્ય રાજ્યોમાં પણ આતંકવાદ અને ઘૂસણખોરી અને સાયબર ક્રાઈમને નાથવા માટે ફોરેન્સિક યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ, ગુજરાતની સરહારના દેશની સંસદમાં થઈ છે.

બુલેટનું કામ બુલેટની ગતિથી દોડશે

બજેટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુધ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે.

કલ્ચર મ્યુઝિયમની જાહેરાત

બજેટમાં ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝિયમ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે.

દરિયાઈ મ્યુઝિયમની તૈયારી

દ્વારકામાં અન્ડર વોટર મ્યુઝિયમ બનાવવા અંગે પણ સરકારી બજેટમાં અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત ટુરિઝમના વિકાસ માટે ખાસ પેકેજ

ભારતની કુલ પાંચ પુરાતત્વ સાઈટને આઇકોનીક સાઈટ તરીકે ડેવલોપમેન્ટ કરવાની બજેટમાં રજૂ કરવામાં આવી છે. આ પાંચ પુરાતત્વ સાઈટમાં ગુજરાતના ધોળાવીરાનો પણ સમાવેશ થાય છે. આ સાઇટ્સમાં ઓન-સાઇટ્સ મ્યુઝિયમ ઉપરાંત ઘણી નવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.ધોળાવીરા કરછ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીરબેટ વિસ્તારમાં આવેલું છે. ગુજરાતમાં ટુરિઝમનાં વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

દેશના પોલીસ સ્ટેશનોને ડીજીટલ બનાવવામાં આવશે

કેન્ર્દ્રીય બેજટ ૨૦૨૦-૨૧ ની જાહેરાત કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે દેશના તમામ પોલીસ સ્ટેશનોને ડિઝીટલ કરવામાં આવશે. હાલ ગુજરાત સહિત કેટલાક વિકાસશીલ રાજયોમાં હાલ સરકાર દ્વારા પોલીસ મથંકોમાં ડીઝીટલ કેમેરા અને હાલ પોલીસ સ્ટેશનમાં વર્ષોે જુની ચાલતી કાગળ પ્રક્રિયાને ડિઝીટલ કરી હાલ એફ.આઈ.આર સહિતની કેટલીક જરૂરી પ્રક્રિયાને કોમ્પ્યુટર રાઈઝ કરી દેવામાં આવી છે તથા હાલ ભારત સરકાર દ્વારા પોલીસ મથંકોને વધુને વધુ સુવિધા લોકોને મળી શકે તે માટે ડીઝીટલ બનાવવામાં આવશે. તેવી જાહેરાત નાણા પ્રધાને કરી હતી.

ઈન્ડસ્ટ્રીઝ: કોમર્સના વિકાસ માટે રૂા.૨૭,૩૨૭ કરોડની જોગવાઈ

કેન્દ્ર સરકારે અર્થ વ્યવસ્થા સુધારવા તેમજ મંદીના હાઉને દૂર કરવા ઈન્ડસ્ટ્રીઝ અને કોમર્સ સેકટર ઉપર વિશેષ ધ્યાન મૂકીને તેના માટે વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂા.૨૭,૩૨૭ કરોડની જોગવાઈ કરી છે. આ મસમોટી જોગવાઈથી ઈન્ડસ્ટ્રીઝ અને કોમર્સ સેકટરને બુસ્ટર ડોઝ મળશે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે.

બેન્ક ખાતેદારોને ૫ લાખ રૂપિયા સુધીની રકમનો વિમો

આજે નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતુ કેઆપણે વિશ્વાસુ અને મજબૂત ફાઈનાન્શિયલ સેક્ટરની જરૂર છે. ફાઈનાન્શિયલ આર્કિટેક્ચરમાં સતત મજબૂતીની જરૂર છે. અમે અમુક બેન્કોનું વિલિનિકરણ કર્યું છે.

પબ્લિક સેક્ટર બેન્કોમાં અમે મુડી લગાવી છે જેથી તેઓ સ્પર્ધામાં ટકી શકે. દરેક શિડ્યુલ કોમર્શિયલ બેન્કો પર નજર રાખવામાં આવી રહી છે. જેથી લોકોના પૈસા સુરક્ષીત રહે. ડિપોઝિટ ઈનશ્યોરન્સનું પણ વિસ્તરણ કરવામાં આવસે. ડિપોઝિટર્સ માટે ઈનશ્યોરન્સ કવર એક લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવ્યું છે.નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી બનાવાશે જે નોન-ગેઝેટેડ પદો પર કોમ્પ્યુટરાઈઝ્ડ પરીક્ષા લેવાશે. દરેક જિલ્લામાં તેનું પરીક્ષા કેન્દ્ર હશે. સંખ્યાકીય વ્યવસ્થામાં પણ સુધારાની જરૂર છે. ડેટાની વિશ્વસનીયતા પણ જરૂરી છે. સત્તાવાર સંખ્યા પર નવી નીતિ બનાવાશે. ભારત ૨૦૨૨માં ૠ-૨૦ની યજમાની કરશે. જે આઝાદીના ૭૫માં વર્ષે થશે. જેની તૈયારી માટે ૧૦૦ કરોડ ખર્ચાશે.

૨૭.૧ કરોડ લોકોને ગરીબી રેખા હેઠળથી બહાર કર્યા

આજે નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતુ કેસૌનો સાથ, સૌનો વિકાસ દ્વારા લોકોને સીધો અને પુરો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આયુષ્માન, ઉજ્જવલા, ઈન્સ્યોરન્સ પ્રોટેક્શન અને પ્રોટેક્શન અને સસ્તા ઘરો જેવી યોજનાઓ દ્વારા અમે આવું કરી શક્યા છીએમ આનાથી જે ફાયદો થોડાક જ લોકોને મળતો હતો, હવે તે વધારેમાં વધારે લોકોને પહોંચાડી રહ્યા છીએ. ભારતે ૨૭.૧ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. અમારી સરકારે દેશને આગળ લઈ જવામાં કામ કરી રહી છે. બે મોટા ફેરફાર થઈ રહ્યા છે- ટેકનોલોજી બદલાઈ રહી છે અને પ્રોડક્ટિવ વર્કફોર્સ પણ વધી રહ્યો છે. અમે છેલ્લા ૫ વર્ષમાં જે પ્રયાસ કર્યા છે, એનાથી દેશને આગળ વધવામાં મદદ મળી છે

ઘઇઈ, જઈના વિકાસ કાર્ય માટે ૮૫૦૦૦ કરોડ રૂપિયા

પછાત વર્ગ અને અનુસૂચિત જાતિના વિકાસ માટે ૮૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે. ૫૩,૭૦૦ કરોડ રૂપિયા અનુસૂચિત જનજાતિના વિકાસ માટે ખર્ચાશે

ડિજીટલ ક્નેક્ટિવિટી માટે ૬૦૦૦ કરોડ રૂપિયા

દેશભરમાં ડેટા સેન્ટર પાર્ક બનાવાશે. આંગણવાડી, પોસ્ટ, પોલીસ સ્ટેશન , ગ્રામપંચાયતને ડિઝીટલ ક્નેક્ટિવિટી મળશે. ભારત નેટ દ્વારા આ વર્ષે એક લાખ ગ્રામ પંચાયતોને ડિઝીટલ કનેક્ટિવીટી મળશે.જેની પર ૬૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. એક નવું કેન્દ્ર બનાવાશે જે ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ક્ષેત્રે કામ કરશે. નોલેજ ટ્રાન્સલેશન ક્લસ્ટર બનાવાશે. બે નેશનલ લેવલ સાયન્સ સ્કીમ પણ બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.