Abtak Media Google News

સ્વીમીંગ પુલના કોચે મ્યુ.કમિશનરને ટેકનિકલ સ્ટાફ પાસે નોનટેકનિકલ કામ લેવામાં આવ્યાની કરેલી રાવના પગલે બઘડાટી બોલી

યોગ્ય લાયકાત મુજબનું કામ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા નાયબ મેડિકલ ઓફિસરે ફડાકા મારી દીધા

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્ર્વ ચિંતીત બન્યું છે. ત્યારે કોર્પોરેશન દ્વારા વાયરસને આગળ વધતો અટકાવવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ રાત દિવસ એક કરી સતત પ્રયત્નસીલ છે ત્યારે દિવા પાછળ અંધારૂ હોય તેમ આરોગ્ય કેન્દ્રમાં ઉકાળા પીવડાવવાના પ્રશ્ર્ને મેડિકલ ઓફિસર અને સ્વીમીંગ પુલના કર્મચારી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના કારણે કોર્પોરેશનમાં વધુ એક ફડાકા કાંડ સર્જાયું હતું. કોર્પોરેશનના બે કર્મચારી થયેલી ઉગ્ર બોલાચાલી પોલીસ મથક પહોચી હતી. બંને વચ્ચે મામલો થાળે પાડવા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી છે. પરંતુ સ્વીમીંગ પુલના કોચે એ ડિવિઝન પોલીસમાં નાયબ આરોગ્ય અધિકારી વિરૂધ્ધ લેખિતમાં ફરિયાદ કરી છે.

કોરોના મહામારીના કારણે કોર્પોરેશન તંત્ર રીતસર ધંધે લાગ્યુ છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા મહાપાલિકાના તમામ સ્ટાફને આરોગ્ય વિષયક કામગીરી સોપી દીધી છે. શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં કોરો અંગે જાગૃતિ લાવવા અને રોગ પ્રતિકાર શક્તિ વધે તે હેતુસર ઉકાળા આપવામાં આવી રહ્યા છે.

કોરોના અંગેની કામગીરી માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સાથે આરોગ્ય અધિકારીની કોન્ફરન્સ હોલમાં મિટીંગ યોજવામાં આવી હતી ત્યારે આરોગ્ય કેન્દ્રમાં કોને શું કામગીરી કરવી તે અંગે કમિશનર ઉદિત અગ્રવાલ જરૂરી સુચના આપી ત્યારે સ્વીમીંગ પુલના કોચ કેવલ રાઠોડે પોતે ટેકનિકલ સ્ટાફ છે અને તેમની પાસેથી નોનટેકનિકલ કામ લેવામાં આવતું હોવાની રાવ કરી હતી.

આથી નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતા ઉશ્કેરાયા હતા અને કોઠારિયા રોડ સિંદુરીયા ખાણ પાસેના સ્વીમીંગ પુલ ખાતે કોચ તરીકે ફરજ બજાવતા કેવલ રાઠોડ સાથે ઝઘડો કર્યો હતો.

કેવલ રાઠોડે પોતાનું આ કામ ન હોવાનું જણાવી આરોગ્ય અધિકારી હાર્દિક મેતાનો વિરોધ કરી પોતે સ્વીમીંગ પુલમાં કોચ હોવાનું અને તે પોતાને તે પ્રકારનું જ કામ સોપવાનું કહેતા નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતાએ કામની કેમ ના કહે છે તેમ કહી લાફો મારતા કેવલ રાઠોડ હટી જતા સહેજમાં બચ્યા હતા પરંતુ તેમને ખંભા પર લાગ્યું હતું. કોર્પોરેશનમાં વધુ એક ફડાકા કાંડ થયાની ચર્ચાએ ચકચાર મચાવી છે.હાર્દિક મેતાએ હુમલો કર્યાના આક્ષેપ સાથે સ્વીમીંગ પુલના કોચ કેવલ રાઠોડ પોલીસ ફરિયાદ માટે એ ડિવિઝન દોડી ગયા હતા બીજી તરફ કોર્પોરેશનના બંને કર્મચારી વચ્ચે મધ્યસ્થી કરી સમાધાન કરાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.પૂજારા પ્લોટ શેરી નંબર ૪માં રહેતા કેવલભાઇ ભૂપતભાઇ રાઠોડે એ ડિવિઝન પોલીસ મથકમાં નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતાએ હાથ ચાલાકી કરી અપમાનજનક શબ્દો કહી પોતાની પ્રતિષ્ઠાને હાની પહોચાડયાનો આક્ષેપ કરી કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.