ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરાની ભેદરેખાને સ્પષ્ટ કરશે સુપ્રીમ કોર્ટ

કલમ ૨૫ હેઠળ અપાતી ધાર્મિક સ્વતંત્રતાની સાથે ફંડામેન્ટલ રાઈટસની તકરારને વડી અદાલતની સુનાવણીમાં આવરી લેવાશે

ઈતિહાસમાં પ્રથમ વખત દેશની વડી અદાલત કલમ ૨૫ હેઠળ અપાતી ફ્રીડમ ઓફ રીલીઝીયનની અતિ સંવેદનશીલ બાબતને હાથમાં લેવા જઈ રહી છે. એક રીતે વડી અદાલત ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરાની ભેદરેખા સ્પષ્ટ કરશે તેવું ફલીત થાય છે. વડી અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોએ ધર્મને લગતા ફંડામેન્ટલ રાઈટસના ૭ મહત્વના પ્રશ્નો તૈયાર કર્યા છે. આપ્રશ્નોને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન ધાર્મિક વિશ્વાસ અને ફંડામેન્ટલ રાઈટસની તકરારનો મુદ્દો ચર્ચાશે. જેમાં મંદીર કે મસ્જિદમાં મહિલાઓના પ્રવેશના પ્રશ્નને પણ આવરી લેવામાં આવશે.

વડી અદાલતના મુખ્ય ન્યાયધીશ એસ.એ. બોબડે આર. ભાનુમતિ, અશોક ભુષણ, એલ નાગેશ્ર્વર રાવ, મોહન એમ. શાંતા નાગોદર, એસ. અબ્દુલનજીર, આર. સુભાષ  રેડ્ડી, બી.આર. ગવય અને ન્યાયધીશ સૂર્યક્રાંત ની સંયુકત ખંડપીઠે ધાર્મિક સ્વાયત્તાના બંધારણ્ય અધિકાર વિવિધ ધર્મ અનુસાર પ્રર્વતતા લગ્ન ધારા, અનવયે સાત જેટલા પ્રશ્ર્નોના ઉકેલની કવાયત હાથ ધરી છે. આ ખંડપીઠે એ પ્રશ્નના ઉકેલ માટે પણ તૈયારી કરી છે. કે જો કોઇ વ્યકિત કોઇ ધર્મમાં માનતો ન હોય અને તેની અરજી આવે તો ધર્મની વ્યાખ્યા અને પી.આઇ.એલ. નો કેવી રીતે ઉકેલ લાવવો તેની ચર્ચા શરુ કરી છે.

એક કાનુની પ્રક્રિયા દરમિયાન સુપ્રિમ કોર્ટે વરિષ્ઠ ધારાશાસ્ત્રી ફલિ એસ. નરિમાનએ નિચલી ચાર અદાલતોની માર્ગદર્શન હેઠળ શ્રઘ્ધા અને બંધારણ્ય અધિકારો વચ્ચે ચાલતા કાયદાના સંધર્ષ ને લઇને કરેલી દલીલો અને અવરોધો ફગાવી દીધા હતા.

ધારાશાસ્ત્રી નરિમાને સબરીમાલા અપ્પપ્પા મંદીરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રિમ કોર્ટની મંજુરી અંગેના ચુકાદા સામે વાંધો ઉઠાવી જાહેર હિતની અરજી ફાઇલ કરી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયની પ્રક્રિયા અને મુસદ્દા ધર્મરિવાજ સાથે કોઇ નાતો ધરાવતા નથી. મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવા અનૈ પારસી મહિલાઓના આંતર ધાર્મિક લગ્ન અને અગિયારીની પ્રવૃતિઅ, દાઉદ્દી વ્હોરાના રિવાજો જેવી સંવેદનશીલ બાબત સમાન કાયદાના દાયરામાં લેવાની પ્રક્રિયા કોર્ટે હાથ ધરી છે. સોલિશિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે આ પ્રશ્ર્ન અદાલતની મહા ખંડપીઠ સમક્ષ ઉકેલ માટે મોકલ્યો છે.

બંધારણ્ય રીતે અપાયેલા ધાર્મિક સ્વાયત્તતા ના અધિકારો અનવયે કલમ ૨૫ અને ર૬ ની સમિક્ષા કરીને જો કોઇ વ્યકિત નાસ્તિક હોય અને તે કાનુન અનવયે ન્યાય માંગે તો ધર્મ આધારીત નિયમો અન્વયે તેને કેવી રીતે ન્યાય અપાય.

સુપ્રિમ કોર્ટે આર્થિક સામાજીક, રાજદ્વારી અને અન્ય સાપ્રદાયિક ધર્મ આધારીત પ્રવૃત્તિઓ માટે સમાજના વિશાળ હિતની પ્રક્રિયા હાથ ધરી છે. હિન્દુ, જૈન, શીખ, બુઘ્ધ ધર્મના તમામ વર્ગનાં લોકોને સમાન ધોરણે કાયદો લાગુ પડે તેવી વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી છે. બંધારણની કલમ ર૬ તમામ ધર્મના પાયામાં સિઘ્ધાંતોને માર્ગદર્શક ગણીને કાયદાકિય પ્રક્રિયાને અનુમોદન કરે છે આ મુદ્દે વિશાળ સામાજ હિત અને સુચારુ વ્યવસ્થાના ભાગ રુપે  સુધારાની આવશ્યકતા માટેનો રસ્તો પૂર્વ એટરની જનરલ કેપરાશરિન કે જેઓએ સબરી માલા મંદીરમાં ૧૦ થી ૫૦ વરસ ની વયની મહીલાઓના પ્રતિબંધ સામે કાનુની લડત આપી હતી.

Loading...