Abtak Media Google News

CBIના વિશેષ જજ બી.એચ.લોયાની મોતની તપાસ SIT પાસે કરાવવાની અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની અદાલતે કહ્યું કે, અરજકર્તા રાજકીય હિત સાધવા અને ચર્ચા મેળવવા માટે આ અરજી કરી હોય તેવું લાગે છે, પરંતુ તે અંગેનો કોઈ ઠોસ આધાર નથી. સુપ્રીમ કોર્ટની બેંચે વધુમાં કહ્યું કે, આ મામલે 4 જજના નિવેદન પર શંકાનું કોઈ કારણ નથી બનતું. તેમના નિવેદન પર સંદેહ કરવો સંસ્થાન પર શંકા કરવા જેવું હશે. કોર્ટે કહ્યું કે મામલા તરફથી ન્યાયપાલિકાને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.આ મામલે SITથી સ્વતંત્ર તપાસ કરાવવાની માગને લઈને કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલ, પત્રકાર બી.એસ.લોને, બોમ્બે લોયર્સ એસોસિએશન સહિત અનેક પક્ષકારોએ અરજી દાખલ કરી હતી. કોર્ટે ગત મહિને આ અંગેની સુનાવણી પૂર્ણ કરી હતી.

મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે સ્વતંત્ર તપાસની માગ કરનારી અરજીઓ રાજનીતિથી પ્રેરિત છે અને કોઈ એક શખ્સને નિશાને રાખીને દાખલ કરવામાં આવી છે.
તો અરજકર્તાનું કહેવું છે કે જસ્ટિસ લોયા મામલે અત્યારસુધીમાં જે પ્રકારનો ઘટનાક્રમ થયો, તેનાથી નિષ્પક્ષ તપાસની જરૂરિયાત વધી ગઈ છે.


ગત વર્ષે નવેમ્બરમાં લોયાની મોતની સ્થિતિ પર તેની બહેને શંકા વ્યક્ત કરી હતી. તેમના તાર સોહરાબુદ્દીન એન્કાઉટર સાથે જોડવામાં આવ્યાં. જે બાદ આ કેસ મીડિયામાં ચર્ચાયો હતો.

લોયા 1લી ડિસેમ્બર, 2014નાં રોજ નાગપુરમાં પોતાના સહકાર્યકરની પુત્રીના લગ્નમાં જઈ રહ્યાં હતા, ત્યારે હાર્ટ એટેકથી તેમનું મોત નિપજ્યું હતું.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.