Abtak Media Google News

રાજકોટ જિલ્લાના ૩૦૦ ખેડૂતોને મગફળીના રૂ. ૩.૧૦ કરોડ ચૂકવાયા

રાજકોટ જિલ્લામાં ટેકના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં નાફેડે મગફળીનું પેમેન્ટ રિલીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલ પુરવઠા નિગમે ૩૦૦ ખેડૂતોને મગફળીના રૂ. ૩.૧૦ કરોડ ચૂકવી આપ્યા છે.

રાજકોટ સહિત રાજ્યભરના ૧૨૧ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તાજેતરમાં નાફેડ દ્વારા રાજકોટ જિલ્લાના ૮ ગોડાઉન ખાતે પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રતિનિધિઓ દ્વારા મગફળીનો સર્વે કર્યા બાદ નાફેડને રિપોર્ટ કર્યો હતો. જેના પગલે નાફેડે પેમેન્ટ રિલીઝ કરવાનું શરૂ કર્યું છે.

પ્રથમ તબક્કામાં નાફેડ દ્વારા જે પેમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાથી પુરવઠા નિગમે ૩૦૦ ખેડૂતોને રૂ. ૩.૧૦ કરોડ જેટલી રકમ ચૂકવી છે. પુરવઠા નિગમ દ્વારા ઉપલેટાના ૫૦, કોટડા સાંગાણીના ૫૦, ગોંડલના ૧૦૦ અને જસદણના ૧૦૦ ખેડૂતોને મગફળીના પૈસા ચુકવવામાં આવ્યા છે.

હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલુ જ છે. ત્યારે ખેડૂતોને વહેલાસર પોતાના મગફળીના પૈસા મળી જતા ખુશીની લહેર જોવા મળી રહી છે. પ્રથમ તબક્કામાં ૩૦૦ ખેડૂતોના પૈસા રિલીઝ કરવામાં આવ્યા છે. બાકીના ખેડૂતોના પૈસા ચૂકવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.