Abtak Media Google News

હજારો શ્રોતાઓએ હિન્દી કવિઓના હાસ્યરસને માણ્યો

સરગમ કલબ દ્વારા નવરાત્રી પછીના પાંચ દિવસ માટે યોજાયેલા પંચામૃત મહોત્સવનું હિન્દી હાસ્ય કવિ સંમેલન સાથે શાનદાર પુર્ણાહુતિ થઇ છે. ડી.એચ. કોલેજના મેદાનમાં જાહેર જનતા માટે યોજાયેલા હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં પ્રખ્યાત હિન્દી કવિઓ દિલ્હીના સુરેન્દ્ર શર્મા, હરિયાણાના અરુણ જૈમીની, બિહારના શિખર શંભુ અને દિલ્હીના ચિરાગ જૈને જમાવટ કરી દીધી હતી. આ કવિઓને પ્રવર્તમાન રાજકારણ ઉપર ભરપુર વ્યંગ બાણ છોડયા હતા.2 115સરગમ કલબ અને સન ફોર્જ કંપનીના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિઘ્ધાર્થ ખત્રી ઉ૫સ્થિત રહ્યા હતા જયારે કાર્યક્રમનું ઉદધાટન મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યએ કર્યુ હતું. આ પ્રસંગે સાકેતભાઇ આર્ય, બાથટચ લી. ના ગીરધરભાઇ દોંગા, ભવાની ઇન્ડસ્ટ્રીઝના સુરેશભાઇ અને હિમાંશુભાઇ નંદવાણા, વર્ધમાન ગ્રુપના કેતનભાઇ પટેલ, સેન્ડી હોમ એપ્લાયન્સીસના હરીસીંગભાઇ સુચરીયા, પરસોતમભાઇ કમાણી, ઉઘોગપતિ છગનભાઇ ગઢીયા, કોંગ્રેસના પ્રમુખ મહેશભાઇ રાજપુત, ઉઘોગપતિ કિશોરભાઇ ભાલાળા સહીતના મહાનુભાવો ડો. અમીત હપાણી, નાથાભાઇ કાલરીયા, પ્રેમકુમાર અગ્રવાલ, ગુણવંત ચુડાસમા મીતેનભાઇ મહેતા, વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.3 93કવિ સંમેલનના પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવતભાઇ ડેલાવાળાએ સૌ મહેમાનો અને જનતાને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યએ જાહેર જનતા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજવા બદલ સરગમ કલબ અને પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાને અભિનંદન આપ્યા હતા.

અને આવા કાર્યક્રમોથી શહેરની પ્રજાને મનોરંજન મળે છે તેમ જણાવી આવનારા વર્ષોમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. જે.સી.પી. સિઘ્ધાર્થ ખત્રીએ કહ્યું હતું કે સરગમી કાર્યક્રમો પરિવાર સાથે બેસીને નિહાળી શકાય તેવા હોય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મંત્રી મૌલેશભાઇ ઉકાણી, ખજાનચી સ્મિતભાઇ પટેલ, ભરત સોલંકી, કીરીટ આડેસરા, રમેશભાઇ અકબરી, જયસુખભાઇ ડાભી, કૌશિક વ્યાસ, રાજેન્દ્ર શેઠ, પ્રવીણભાઇ તંતી, જગદીશ કીયાડા, ઉપરાંત લેડીઝ કલબના નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન મહેતા, ગીતાબેન હિરાણી, બીના પોપટ અને વૈશાલી શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.