Abtak Media Google News

મવડી પ્લોટની સરદાર પટેલ વિદ્યા મંદીર સ્કુલના પરીક્ષા સંચાલકની બેદરકારી અંગે જીલ્લા શિક્ષણાધિકારીને રજુઆત

વિદ્યાર્થીકાળ માટે અતિ અગત્યની ગણાતી ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧ર ની પરીક્ષાઓ ચાલી રહી છે. જયારે શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ વિદ્યા મંદીર સ્કુલમાં ધો.૧ર ની પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. આ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા ગયેલા એક ઓપરેશન કરાવેલા વિઘાર્થી સાથે ડોકટરનું માંદગીનું સર્ટીફીકેટ રજુ કરવાં છતાં કેન્દ્ર સંચાલક દ્વારા અમાનવીય વર્તનથી આ વિઘાર્થીનીનું જીવન જોખમમાં મુકાય જવા પામ્યાની જીલ્લા શિક્ષણાધિકારી પાસે રજુઆતો થઇ છે.

શહેરની સ્કુલ ઓફ સાયન્સમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા પ્રભુ અશોકભાઇ રતનપરા નામના વિઘાર્થીનો શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ વિદ્યા મંદીર સ્કુલના પરીક્ષા કેન્દ્રમાં ચોથા માળે આવેલા રૂમમાં નંબર આવ્યો છે.

વિઘાર્થીને  થોડા દિવસો પહેલા અંગત ભાગમાં સર્જીકલ ઓપરેશન કરાવી ટાંકા લીધા હોય ડોકટરે તેને સીડી ચડવા ઉતરવા પર મનાઇ કરી હતી. જેથી વિઘાર્થીના પિતા અશોકભાઇએ આ અંગે ડોકટરનું સર્ટીફીકેટ પરીક્ષા કેન્દ્રના સંચાલકને આપીને આ વિઘાર્થીને નીચે ઓફીસમાં પરીક્ષા આપવા દેવા વિનંતી કરી હતી.

ગુજરાત બોર્ડમાં વિઘાર્થી મેડીકલ સર્ટીફીકેટ રજુ કરે તો તેને ખાસ કિસ્સામાં પરીક્ષા આપી દેવાની જોગવાઇ હોવા છતાં આ પરીક્ષા કેન્દ્રના સંચાલકે પરીક્ષા શરુ થતાં પહેલા આ વિઘાર્થીને ચોથા માળે આવેલા તેના સીટ નંબર મુજબ રુમ પર જવા દબાણ કર્યુ હતું. જેથી આ વિઘાર્થી ધીમે ધીમે સીડીઓ ચડીને રુમમાં પહોંચીને પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ ઉતરતી વખતે વિઘાર્થીના ઓપરેશનના ટાંકા તુટી જતા બ્લડીંગ શરુ થઇ ગયું હતું. જેથી તેની સ્કુલના સાથી વિઘાર્થીઓએ તેના પિતાને આ અંગેની જાણ કરીને શહેરની માધવ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો. જયાં તેની સારવાર ચાલી રહી છે.

અશોકભાઇ રતનપરા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમના દીકરા પ્રભુ રતનપરા જે ધોરણ ૧ર સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે. ત્યારે તેના શરીરના ગુપ્તભાગમાં ઓપરેશન કરાવ્યા બાદ ડોકટર દ્વારા પરેજી પાળવાની જાણ કરી હતી અને મેડીકલ સટીર્ફીકેટ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ શાળા સંચાલકો દ્વારા તેણી ગ્રાઉન્ડ ફલોરના બદલે ચોથા માળ પર પરીક્ષા અપાવડાવી હતી જે બાદ તેમના પુત્રને દુખાવો અને બ્લીકીંગ થતા ત્વરીત માધવ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અંતમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા શાળાના પ્રિન્સીપાલને મેડીકલ સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું તેમ છતાં શાળાના સંચાલકે દ્વારા જે વ્યવહાર કરવામાં આવ્યો તે યોગ્ય ન ગણી શકાય અને સંજોગો વશ તેમના પુત્રની હાલત બગડે તો તેની જવાબદારી કોની ?

આમ કહી અંતમાં કહ્યું હતું કે આ અંગેની રજુઆત જીલ્લા શિક્ષણ અધિકારીની કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.