Abtak Media Google News

છેલ્લા દિવસોમાં રૂા.૧૨ લાખ કરોડના વેલ્થમાં ઘટાડો: માર્કેટમાં અફરા-તફરી

વૈશ્વિક મહામારી કોરોનાના પગલે ઘણીખરી વખત શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે શેરબજારની સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. સતત ૬ દિવસ સુધી રેડ ઝોનમાં રહેલુ શેરબજાર ગ્રીન ઝોનમાં આવ્યું છે અને શેરબજારના છેલ્લા દિવસોમાં ૧૨ લાખ કરોડનું વેલ્થમાં પણ ઘટાડો જોવા મળતા માર્કેટમાં અફરા-તફરી મચી જવા પામી છે. બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે ચીન અને ભારત વચ્ચે જે યુદ્ધના વાદળો ઘેરાયા હતા તે હવે હટી ગયા છે. કહેવાય છે કે સોનાના ભાવમાં વધારો ત્યારે જ થતો હોય જયારે અસલામતી સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે પરંતુ કોરોનાનું ડાઉન ટ્રેડ, સારો વરસાદ તથા ભારત-ચીન વચ્ચે યુદ્ધના વાદળો હટતા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લે સોનામાં ૧૨ ટકા જેટલો ભાવમાં ઘટાડો થતા માંગ પણ હાલ વધી હોવાનું સામે આવ્યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દિવાળી સોનાની માંગમાં વધારો જોવા મળશે છતાં ભાવ તો ઘટેલા જ રહેશે ત્યારે આવનારા સમયમાં સોનાના ભાવમાં વધારો થવાની કોઈ જ શકયતા જોવા મળતી નથી ત્યારે ૨૦૨૧ સુધીમાં ફરી વખત સોનું ૪૦,૦૦૦ની સપાટીએ પહોંચે તો નવાઈ નહીં.

શેરબજારમાં છેલ્લા ૬ દિવસમાં રોકાણકારોએ આશરે ૧૨ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાના અહેવાલો સતત વધી રહ્યા છે. મુંબઈ સ્ટોક એકસચેન્જનું  માનક બીએસઈ સેન્સેકસમાં સતત ૬ દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો છે અને અફરા-તફરી પણ મચી જવા પામી છે તો સોનાના ભાવમાં પણ ઘટાડો સતત ચોથા દિવસ સુધી જોવા મળ્યો હતો અને ૧૦ ગ્રામે ૪૮૫ના ઘટાડાથી સોનાનો ભાવ ૫૦,૪૧૮ બોલાયો હતો. આંતરરાષ્ટ્રીય વલણના પગલે આ પરિસ્થિતિ સર્જાય હોવાનું એચડીએફસી સિકયોરીટીએ જણાવ્યું છે. સોનુ અત્યંત મુલ્યવાન ઘાતુ માનવામાં આવે છે ત્યારે કોઈપણ આપાતકાલીન સમયમાં કે વિનિમય માટે સૌથી વધુ કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે સોનુ છે ત્યારે હવે બજાર સ્થિર થતી હોવાથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. સોનાની કિંમત વૈશ્ર્વિક દેશોમાં પણ અસરકર્તા છે. યુરોપમાં કોરોનાના કેસો વધતા ઉભી થયેલી મંદીની અસર સોનામાં દેખાઈ હતી ત્યારે રિલાયન્સ સિકયોરીટીના તજજ્ઞોનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ તુટી રહ્યા છે જેની સામે ડોલર પણ વધુ મજબુત બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.