Abtak Media Google News

જયપુરમાં અખંડ પથ્થર શોધવાથી શરૂ કરીને આખરી ઓપ આપવા સુધીની અથાક મહેનતમાં ૦૮ મહિનાનો સમય તથા ૮૦ કારીગરોનો ખંતભર્યો સમય લાગ્યો. એ પછી ૧૩ ફુટ ઊંચી અને ૧૮,૦૦૦ કિલોગ્રામની આ મૂર્તિ તૈયાર થઈ

બોરીવલી પૂર્વ સ્થિત રિશીવનમાં રવિવારે દાદા ભગવાન પરિવાર નિર્મિત નિષ્પક્ષપાતી મંદિરે શ્રી સીમંધર સ્વામીની ૧૩ ફૂટ ઊંચી અને ૧૮,૦૦૦ કિલો વજનની અતિ ભવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થશે. સમગ્ર મુંબઈમાં શ્રી સીમંધર સ્વામીની આ સૌથી મોટી મૂર્તિ હશે. દાદા ભગવાન પરિવારના પૂજ્યશ્રી દીપકભાઈપ્રભુની આ પ્રતિમાની પાવન ભાવ પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરશે.

બોરીવલી પૂર્વના કાજૂપાડા સ્થિત રિશીવનમાં આ નિષ્પક્ષપાતી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્થળ બેહદ ખુશનુમા તથા નયનરમ્ય વાતાવરણ ધરાવે છે. ખાસ્સી ઊંચાઈએ આ મંદિર સ્થિત હોવાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થનારાં વાહનોમાંથી પણ મંદિરની ધજાજી નિહાળી શકાય છે. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીની અતિ ભવ્ય પ્રતિમાને લીધે આ મંદિર શહેર સહિત આસપાસના તમામ વિસ્તારોના ભાવિકો માટે શ્રદ્ધાનું આગવું સ્થાન બનશે. વળી દાદા ભગવાન પરિવારનું આ શાનદાર મંદિર નિષ્પક્ષપાતી મંદિર છે. શ્રી સીમંધર સ્વામી ઉપરાંત આ મંદિરે શુક્રવારે ભગવાન શ્રીકૃષ્ણ તથા શનિવારે શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી.

નિષ્પક્ષપાતી મંદિરમાં ભાવિકો બીજાં અનેક દેવી-દેવતાઓનાં દર્શનનો લાભ લઈ શકશે. તેમાં શ્રી અજીતનાથ ભગવાન, શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ચાંદ્રાયણ યક્ષદેવ, શ્રી પાંચાંગુલી યક્ષિણી દેવી, શ્રી પદ્માવતી માતાજી, શ્રી ચક્રેશ્વરી માતાજી, યોગેશ્વર શ્રીકૃષ્ણ, શ્રી તિરુપતિ બાલાજી, શ્રીનાથજી, શ્રી ભદ્રકાળી માતાજી, શ્રી અંબા માતાજી, શ્રી તુળજા ભવાની માતાજી, શ્રી સાંઈબાબા, શ્રી શિવ સ્વરૂપ, શ્રી પાર્વતી માતાજી, શ્રી ગણપતિજી, શ્રી હનુમાનજી,  શ્રી પદ્મનાભ પ્રભુસામેલ છે. ઉત્કૃષ્ટ સ્થાપત્યકળા, પવિત્ર વાતાવરણ, અનોખા ઇન્ટિરિયર વગેરેને લીધે પણ પવિત્ર નિષ્પક્ષપાતી મંદિર શ્રદ્ધાળુઓ માટે અચૂકપણે દર્શાનાર્થે જવા જેવું સ્થાનક બનશે.

શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ ૧૩ ફૂટ અને ૧૮,૦૦૦ કિલો વજનની છે. જયપુરમાં કાળજીપૂર્વક ચયન કરવામાં આવેલા વિશાળ અને અખંડ આરસપહાણના પથ્થરમાંથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જયપુરમાં અખંડ પથ્થર શોધવાથી શરૂ કરીને આખરી ઓપ આપવા સુધીની અથાક મહેનતમાં ૦૮ મહિનાનો સમય તથા ૮૦ કારીગરોનો ખંતભર્યો સમય લાગ્યો.

દાદા ભગવાન પરિવારના આ અનોખા નિષ્પક્ષપાતી મંદિરે થનારી પ્રાણપ્રતિષ્ઠા સંગે પરિવારના ઉપક્રમે હાલમાં બોરીવલી વેસ્ટના ચીકુવાડી ગ્રાઉન્ડમાં, ચાર લાખ સ્કવેઅર ફૂટ વિસ્તારમાં ભવ્ય અને જ્ઞાન-મનોરંજકપ્રદ આનંદ નગરી પણ લાખો ભાવિકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. પૂજ્યશ્રી દીપકભાઈના સાંનિધ્યમાં દૈનિક સત્સંગ ઉપરાંત આબાલવૃદ્ધ સૌના માટે આનંદ નગરીમાં અનેકવિધ વિશિષ્ટતાઓ છે. સંપૂર્ણપણે વિનામૂલ્યે એનો આનંદ માણી શકાય છે. આનંદ નગરીની ચિલ્ડ્રન પાર્ક, થીમ પાર્ક, પપેટ શો, પેરેન્ટ્સ કી પાઠશાલા, યુ-ટર્ન, સેલ્ફી લી ક્યા?જેવી કેટલીયે કમાલની બાબતોએ મુંબઈગરાને ઘેલું લગાડ્યું છે.

એફકેઝેડ 2

મુંબઈની અનેક સ્કૂલ્સે તેનાં બાળકોને જ્ઞાન-સંસ્કારના આ સરોવરમાં ડૂબકી લગાવવાની તક પૂરી પાડવા માટે આનંદ નગરીના વિશેષ પ્રવાસ પણ ગોઠવ્યા છે. સરવાળે, નિષ્પક્ષપાતી મંદિરે આસ્થા પ્રવાસ કરવા દર્શનનો તથા આનંદ નગરીની મુલાકાત લઈને આપણા ધર્મ તથા સાંસ્કૃતિક-પારિવારિક સંસ્કારોને બળુકા કરવાની સુવર્ણ તક દરેક મુંબઈગરાએ ઝડપી લેવી રહી. મહોત્સવની વધુ માહિતી વેબસાઇટ ષષ.મફમફબવફલૂફક્ષ.જ્ઞલિ પરથી મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.