Abtak Media Google News

રાજુલામાં ભેરાઇ રોડ ઉપર નવા બની રહેલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદીરનું પૂ. મોરારીબાપુના હસ્તે ખાતમુર્હૂત: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલ, જવાહર ચાવડા, પરેશ ધાનાણી, જીતુ વાધાણી, પુંજાભાઇ વંશ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા

રાજુલમાં ગઇકાલે ભેરાઇ રોડ ઉપર નવી બની રહેલી આધુનિક આરોગ્ય સેવા ધરાવતી મહાત્મા ગાંધી આરોગ્ય મંદીરની ખાતમુહુર્તની વિધિ વિશ્ર્વ વંદનીય સંત પ.પૂ. મોરારીબાપુના હસ્તે કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી આરોગ્ય મંદીરની નિ:શુલ્ક કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉ૫સ્થિત હતા. જે જગ્યાએ આરોગ્ય મંદીરનું નિમાર્ણ થવાનું છે તે સ્થળેથી ખાતમુહુર્ત વિધી સંપન્ન થયા બાદ રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે સમારંભનું આયોજન કરાયું હતું. ત્યાં પૂ. મોરારીબાપુ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહીતનો કાફલો માકેટીંગ યાર્ડ ખાતે પહોચ્યો હતો. ત્યાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, શહેર તાલુકામાંથી ઉ૫સ્થિત રહેલી છ હજારથી વધુ જનમેદનીનું સ્વાગત અહીં બની રહેલા આરોગ્યના સ્વપ્ન દ્રષ્ટા યુવા ધારાસભ્ય અંબરીશ ડેરે કર્યુ હતું.

આ તકે મહાત્મા ગાંધી આરોગ્ય મંદીર ના ટ્રસ્ટી જાણીતા ઉઘોગપતિ અને દાનવીર હરેશ મહેતાએ પોતાના પ્રવચનમાં નવા બની રહેલા આરોગ્ય મંદીર વિશે વિસ્તૃત માહીતી આપતા કહ્યું હતું હતું ૬૦ થી ૭૦ હજાર ફુટનું બિલ્ડીંગ બનશે અને ૨૦૨૧ ફેબ્રુઆરીમાં શરુ કરવાની અમારી નિયત છે પૂ.બાપુનું કહેવું છે કે મફતમાં વેઠ ન ઉતારવી એટલે અહિં તબીબી ક્ષેત્રની સારામાં સારી સેવા આપવી છે. આ શુભ કાર્યમાં પૂ. બાપુના આશીર્વાદ છે. મુંબઇના શ્રેષ્ઠીઓ, સ્થાનીક કંપનીઓ પણ આમા સહયોગ આપવાની છે એટલે આ કાર્ય ઝડપ ભેર પુર્ણ થશે અને સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અહીં સેવાઓ આપશે.

Img 20191003 Wa0030

મહાત્મા આરોગ્ય કેન્દ્ર રાજુલામાં ટ્રસ્ટી અને પૂર્વ રાજય ચીફ સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ રાજુલા પોતાનું જન્મ સ્થળ હોવાનો આનંદ વ્યકત કરતા કહ્યું હતું કે ૧૯૬૧ માં રાજુલા છોડયું આજે ૫૮ વર્ષ થયા આ મારી જન્મ ભૂમિ છે. અહિં વિકાસની ગતિ ઓછી રહી છે. અહીં અનિલભાઇએ સહયોગ આપ્યો મુંબઇ સ્થિત સૌની લઇશું સાવરકુંડલામાં છે તેવું જ આરોગ્ય મંદીર અહીં કાર્યકર થશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂ. બાપુ, દિલીપદાસબાપુ(અમદાવાદ) સહીતના સંતોને વંદના કરી મહાત્મા ગાંધી આરોગ્ય મંદીર નિ:શુલ્ક ના ભ્રાતા તરીકે જવાબદારી નિભાવી રહેલા અનીલભાઇ મહેતા, અંબરીશ ડેર સહીતનાઓએ સરકાર વતી ખુબ ખુબ શુભકામના પાઠવતા વિજયભાઇએ કહ્યું હતું કે રાજય સરકારની અમારી લાગણી છે કે રાજયભર નાગરીક છેવાડાના માણસને નિ:શુલ્ક  સારવાર મળે તેની ચિંતા સરકાર કરી રહીછે. આ અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના, સી.એમ.સસ. પી.એમ.પી. માં પણ દવા ફ્રી માં અપાય છે. સીવીલ ઉપરનો લોડ ધટાડવા માગીએ છીએ અને એટલા માટે સાવરકુંડલાની લલ્લુભાઇ શેઠ હોસ્પિટલ જોઇ ત્યારે મને ખ્યાલ આવ્યો કે સરકારનું  કામ આ સંસ્થાઓ કરે છે ત્યારે સરકારે તેમની ખડખે ઉભુ રહેવું જોઇએ. મફત સારવાર કરનારી સંસ્થાઓમાં ૧૦૦ બેડ હોય તમામ નિષ્ણાંતો ડોકટરો હોય લેબ. લેબોરેટરી હોય પુર પારદર્શકતા સાથે સંસ્થાઓ આવી સેવાઓ કરતી હોય તે તેમને ૧-૧ કરોડ રૂપિયા જેવી રકમ સંસ્થાઓને આપવાનું નકકી કર્યુ છે. રાજયના છેવાડાના માનવીને આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય એટલા માટે મેડીકલ કોલેજના વ્યાપ વધાર્યો છે.

વિશ્ર્વ વંદનીય સંત પૂ. મોરારીબાપુએ આજથી એક વર્ષ એક મહીના પહેલા અહિં બનનારા આરોગ્ય ધામનું નામ મહાત્મા ગાંધી આરોગ્ય મંદીર આપ્યું હતું. આજે તેમના હસ્તે ખાતમુર્હુત વિધી સંપન્ન થઇ હતી. આજના દિવસે પૂ. મોરારીબાપુ ખુબખ પ્રસન્નતા ભર્યા મુડમાં હતા તેમણે આર્શીવચન પાઠવતા કહ્યું હતું કે વિશ્ર્વ વંદનીય પૂ. મહાત્માગાંધી અને વિશ્ર્વ વંદનીય ઉર્જાવાળા કસ્તુરબા એમની પારશ્ર્વકતામથી  આપણો આખો દેશ ઉજવે છે. વિશ્ર્વ પણ ઉજવે છે હું તેનો સાક્ષી છું. અને મહાન વ્યકિતઓના વિચારોનો પ્રચાર પ્રસાર થવો જઇ જોઇએ.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, કેબીનેટ મંત્રી જવાહર ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, જીતુ વાધાણી, પુંજાભાઇ વંશ, જે.વી. કાકડીયા, પ્રતાપ દુધાત, હિરાભાઇ સોલંકી, પુનમબેન માડમ, સહીતના રાજકીય મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ છતડીયા હેલે પેડ ખાતે કલેકટર, રેન્જ ડીઆઇજી, એમ.પી. નિલીપ્ત રાય, હિરાભાઇ સોલંકી, રધુભાઇ ખુમાણ ચેતન શિયાળ, સહીતના ઓએ અભિવાચન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.