Abtak Media Google News

ગાંધીનગરમાં  કુટિર ઊદ્યોગ વિભાગના વિવિધ નિગમો દ્વારા પ૦૦ યુવા-બહેનો લાર્ભાથીઓને રૂ. ૪૮ લાખના સાધન-સહાય વિતરણનો સમારોહ સંપન્ન

મુખ્યમંત્રી ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સાથે ગ્રામીણ કારીગરોને પણ બે ગણી આવકના અવસરો આપ્યો છે: વિજયભાઈ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ સરકાર સોશિયલ સેકટર સામાજીક અધિકારીતાના ક્ષેત્રોને પ્રાધાન્ય આપીને ગ્રામીણ કારીગરો, ગરીબ-વંચિત-શોષિતો છેવાડાના માનવીના હિતને કેન્દ્રસને રાખનારી સરકાર છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોના-છેવાડાના વિસ્તારના કારીગરો, હાશાળ, હસ્તકલા તથા નાના વ્યવસાયકારોને સાધન સહાય આપી સરકારે તેમને સ્વરોજગારીથી આત્મનિર્ભરતાના માર્ગે વાળવા તેમની આંગળી પકડી છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ આયોજિત સ્વરોજગારી સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં પ૦૦ જેટલા વિવિધ લાર્ભાથીઓને ૪૮ લાખ રૂપિયાના સાધન-કીટ વિતરણ કર્યા હતા.

આ વિભાગ હસ્તકના ગુજરાત હાશાળ અને હસ્તકલા વિકાસ નિગમ, ગ્રીમકો, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટીટયૂટ તથા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧ લાખ ર૪ હજાર ૩૪૦ ગ્રામીણ યુવા-બહેનોને તાલીમ આપીને રૂ. ૬૦.પ૩ કરોડના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા છે.

વિજયભાઇ રૂપાણીએ સ્વરોજગારીના સાધન સહાય પ્રાપ્ત કરનારા લાર્ભાથીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦રર સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય રાખ્યો છે. આપણે પણ ગ્રામીણ કારીગરો-હસ્તકલા કસબીઓની આવક બમણી કરવાની નેમ સાથે વ્યાપક સાધન સહાય રોજગાર અવસરો આપવા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આઝાદી પછી અનેક વર્ષો સુધી ગરીબી, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો જ થતી રહી પરંતુ નિયતમાં ખોટ હોવાી કાંઇ પરિણામ આવ્યું નહિ. હવે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સાફ નીતિ અને નેક નિયત વાળી સરકાર આવતાં પારદર્શીતા અને પ્રામાણિકતાથી હરેક યોજનાના લાર્ભાથીઓને લાભ-સહાય એક પણ પાઇ કોઇનેય આપ્યા વિના મળતા થયા છે તેમ તેમણે જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગ્રામીણ કારીગરો, હસ્તકલા, હાશાળ, પરંપરાગત વ્યવસાય કરનારા નાના કારીગરોને તેમનો આ વ્યવસાય વધુ વિકસાવવાની વ્યાપક તક મળે, હસ્તકલા-પરંપરાગત વ્યવસાયમાં ગુજરાત નંબર વન બને તેવી વિકાસની છલાંગ લગાવવાનો અવસર મળે તે માટે સરકાર તેમની પડખે ઊભી છે.

કુટિર ઉદ્યોગ હેઠળના અલગ અલગ નિગમો દ્વારા જે તાલીમ અપાઈ છે તેને અનુલક્ષીને લાર્ભાથીઓને ઘર આંગણે રોજગાર મળે તે માટે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.