પ્રદેશ ભાજપે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની યાદી કરી જાહેર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના ૧૩ ધુરંધરોને સ્થાન

ભાજપના પ્રદેશ પાલામેન્ટરી બોર્ડના સભ્યો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૧૩ સભ્યોની નવી પ્રદેશ પાલામેન્ટરી બોર્ડની સમિતિ જાહેર થઈ છે. આ બોર્ડમાં સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ થાય છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે. જેને ધ્યાને લઈને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં સી.આર.પાટીલ, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, પરસોત્તમભાઈ રૂપાલા, આર.સી.ફળદુ, સુરેન્દ્રભાઈ પટેલ, જશવંતસિંહ ભાભોર, ભીખુભાઇ દલસાણીયા, રાજેશભાઇ ચુડાસમા, કાનાજી ઠાકોર, ડો.કિરીટભાઈ સોલંકી અને પ્રદેશ પ્રમુખ- મહિલા મોરચાને સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં કુલ ૧૩ સભ્યો છે. આ ઉપરાંત મંગુભાઈ પટેલ અને શંભુ પ્રસાદ ટુંડિયાની પણ બાદબાકી કરવામાં આવી છે.

આનંદીબહેન પટેલ રાજ્યપાલ થવાના કારણે કપાયા છે. તો મહિલા મોરચામાં જે પ્રમુખ બનશે તેનો સમાવેશ કરવામાં આવશે. પાર્લામેન્ટરીની નવી ટીમમાં ૫ પટેલ, ૧ કોળી, ૧ ઠાકોર, ૧ દલિત, ૧ ક્ષત્રિય, ૧ આદિવાસી અને એક મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૩ પૈકી ૪ સાંસદને સામેલ કરાયા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ ભાજપે તડામાર તૈયારીઓ કરી લીધી છે. અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખે ગુજરાત બીજેપીમાં ધડમૂળથી ફેરફાર કર્યા છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સિવાય ૭ જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી.

Loading...