Abtak Media Google News

૧૨૦ કિ.મી. લાંબી પાણીની કેનાલનું નિર્માણ થશે: ધોલેરાને વૈશ્ર્વિક ફલક પર લાવવા રૂ.૩૦૦૦ કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ

ગુજરાત સરકાર ધોલેરાનો ૯૦૦ કિમીનો ફેલાવો કરી વિકાસની હરણફાળ ભરવા માટે તખ્તો તૈયાર કરી રહી છે. આગામી ૨૦૧૯ વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં ધોેલેરાને વિકાસનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ તરીકે દર્શાવવામાં આવશે. ગત વાઈબ્રન્ટ બિઝનેસ સમીટમાં રૂ.૧.૪૪ લાખ કરોડના એમઓયુ થયા હતા જોકે આગામી વર્ષે એમઓયુનો રેકોર્ડ તોડવાની તૈયારી રાજય સરકારે કરી છે. ધોલેરાને ગુજરાતના વિકાસનું એન્જીન બનાવવાનો થનગનાટ રાજય સરકારમાં છે. ધોલેરાની સાથે-સાથ કલ્પસર યોજના સાકાર થવાથી ઉધોગો અને પાણીનો પ્રશ્ર્ન હલ થઈ શકે છે. ધોલેરાનો વિકાસ કલ્પસર યોજના સાકાર થવાના કારણે ઝડપથી થશે.

કલ્પસર યોજનાના માધ્યમથી ધોલેરા કોર્ટમાં પાણીનો ડ્રાફટ ૯ મીટર થી ૧૩ મીટર કરવામાં સહાયતા મળશે. હાલ ધોલેરા-એસઆઈઆરનો વિકાસ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર (ડીએમઆઈસી) પ્રોજેકટ હેઠળ થઈ રહ્યો છે. તાજતેરમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કોમન ઈફયુલએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઈપીપી)નો પાઈપલાઈન પ્રોજેકટ હેઠળ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટની કેપેસીટી દરરોજ ૨૦ મિલીયન લીટર પાણી ઢોલેરાને પહોંચાડવાની છે. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્થળ તરીકે ઢોલેરાને પ્રસ્તુત કરવામાં આવશે. આ માટે સરકારે રૂ.૩૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ મુકયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઢોલેરા ખાતે ડ્રેનેજ, પાણી, ઈલેકટ્રીસિટી, ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક સહિતની અંડર રાઉન્ડ સુવિધા સાથે વિશ્ર્વનો સૌથી મોટો સોલાર પાર્ક નિર્માણાધીન છે. ઢોલેરા અને અમદાવાદની ગ્રીનસિટી તરીકે વિકસિત કરવામાં આવશે. ૮ લેન્થનો હાઈવે બંને શહેરો વચ્ચે જોડાણ કરશે. ઢોલેરાનું ડેવલોપમેન્ટ ૯૦૦ કિ.મી. જેટલું થશે જે સિંગાપોર કરતા પણ મોટું છે. આ ઉપરાંત ઢોલેરામાં ૧૨૦ કિ.મી. લાંબી પાણીની કેનાલ પણ રહેશે. જેનો ઉપયોગ પણ પરિવહન માટે કરી શકાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.