પ્રજાસત્તાક પર્વની રંગારંગ ઉજવણીમાં ‘ફલાવર શો’ની મહેક

58

રેસકોર્સમાં  માઘવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ત્રિ-દિવસીય ફલાવર શો કમ ગાર્ડન એકિઝબીશનને ખુલ્લુ મુકતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

રાજકોટવાસીઓના હૈયાના હરખનો પડઘો પાડતા ફલાવર શોને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રેસકોર્સ ખાતે ખુલ્લો મુકયો હતો, અને શહેરીજનો માટે કુદરતી મહેકના વિવિધ ફૂલોના ફલાવર શોનો નઝારો શહેરીજનોને સોંપ્યો હતો. રાજકોટ ખાતે ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે શૃંખલાબધ્ધ  કાર્યક્રમો યોજાઇ રહયા છે. શહેરીજનો ઉમંગપૂર્વક આ ઉત્સાહમાં સામેલ થઇ રહયા છે.

આ ઉજવણી અન્વયે નાગરિકોને વિવિધ રંગો, આકારો અને સુગંધના પુષ્પોનો પમરાટ માણવા માળે, તે હેતુસર યોજાયેલા ફલાવર શોનો શુભારંભ કરીને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ પણ સુગંધી વાતાવરણથી તરબતર થઇ ગયા હતા.

આ ફલાવર શોમાં અર્બન ફોરેસ્ટની થીમ સાથેનો  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિવિધ વિચારસરણીને સાર્થક કરતી ફૂલે મઢેલી બેનમૂન કૃતિઓ, ફૂલોથી કંડારેલા  રમત-ગમતનાં જુદા-જુદા સાધનો, સ્વચ્છતાનો અને પ્લાસ્ટિક હટાવવાનો સંદેશો આપતી ફૂલો આચ્છાદિત વિવિધ ફ્રેમ્સ, ફૂલોથી શણગારેલી બાલિકાઓની માનીતી બાર્બી ડોલ, ફૂલોની ચાદર વચ્ચે યુવાનોને આકર્ષતા એન્ટીક મોડેલના કાર અને બાઇક, ફૂલોનો ઢગલો લઇને ઉડતા હનુમાનજી, વેસ્ટમાંથી બેસ્ટ બનેલી નમુનેદાર વસ્તુઓ, માટીમાં ઉગતા ફૂલો અને માટીમાંથી બનેલા અલગ-અલગ આકારનાં માટલાંઓનું નયનરમ્ય સાયુજય, રેસકોર્સ ગાર્ડનમાં ઉગેલા ઝાડ પર બનાવેલું આંખ ઠારતું ફૂલોનું ઝૂમખું-વેલ-ગુચ્છો, રાજયસરકારની બેટી બચાઓ યોજનાના ફૂલોથી શોભતા પોસ્ટર્સ વગેરે ફલાવર શોના મુખ્ય આકર્ષણો છે.

આ તમામ ખૂબીઓથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ વાકેફ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલેને આવકારવા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, કલેકટર રેમ્યા મોહન, પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્ન્ર ઉદિત અગ્રવાલ, સ્થાયી સમિતિન અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ, અગ્રણી અંજલિબેન રૂપાણી, ડી.કે. સખિયા, પુષ્કર પટેલ, ભાનુબેન બાબરિયા, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશ મીરાણી, ગાર્ડન સુપ્રીન્ટેડેનટ બી.ડી. હાપલિયા, રાજકોટ મહાનયરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Loading...