Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો આપેલો દરજ્જો સમાપ્ત કર્યા બાદ પાકિસ્તાન તરફી સરહદે ગોળીબારી વાની ઘટનાઓ સામે આવી હતી. દરમિયાન તાજેતરમાં એલઓસી પર સ્થિતિ ગમે ત્યારે ખરાબ થઈ શકે છે અને ભારતીય સેના કોઈપણ સમયે જડબાતોડ જવાબ આપવા તૈયાર છે તેવું નિવેદન સેના પ્રમુખ બીપીન રાવતે આપ્યું હતું.

તેમણે નિવેદનમાં કહ્યું હતું કે, સરહદે પરિસ્થિતી ગમે ત્યારે બગડી શકે છે. પરંતુ અમે પુરી તાકાત સો જવાબ દેવા માટે તૈયાર છીએ. વર્તમાન સમયમાં પાકિસ્તાન તરફી સરહદે અવાર-નવાર સીઝ ફાયરભંગની ઘટનાઓ સામે આવે છે ત્યારે સેના પ્રમુખનું આ નિવેદન દુશ્મનો માટે જડબાતોડ જવાબ સમાન છે. અહીં નોંધનીય છે કે, ભારતીય સેનાએ ગઈકાલે સુંદરવન સેકટરમાં પાકિસ્તાનની બેટ ટીમનો નાપાક ઈરાદાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ ભારતીય સેના વધુ સચેત બની ચૂકી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન વિવિધ પ્લેટફોર્મ પર ભારતને ભીડવવાનો પ્રયાસ કરી ચૂકયું છે. આ ઉપરાંત પાકિસ્તાન સરહદે પણ અવળચંડાઈ કરી રહ્યું છે. ગયા વર્ષે ઓગષ્ટ થી  ઓકટોબર મહિનામાં પાકિસ્તાને સરહદે ૯૫૦ વખત સીઝ ફાયર ભંગ કર્યો હોવાનું તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું હતું.

ભારતીય સેના પ્રમુખ બીપીન રાવતનો કાર્યકાળ આગામી તા.૩૧ ડિસેમ્બરના રોજ પુરો થવા જઈ રહ્યો છે. તેમના સને જનરલ મનોજ મુકુંદ નરવણે પ્રમુખ બનશે. અત્યારે જનરલ નરવણે ભારતીય સેનાના સહ સેના પ્રમુખ છે. જનરલ નરવણેએ ભારતીય સેનામાં ૩૭ વર્ષ સુધી સેવા આપી છે અને આતંક સામેના અભિયાન બાબતે તેમની પાસે બહોળો અનુભવ છે. ભારતીય સેનામાં તેમનો આ અનુભવ અતિ મહત્વનો ગણવામાં આવે છે. ભારતીય સેનાના ૨૭માં ચીફ બનવા જઈ રહેલા જનરલ નરવણે અઢી વર્ષ સુધી આર્મી ચીફના પદે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.