Abtak Media Google News

દીર્ઘ રાજકીય કારકિર્દી દરમિયાન મનોહર પાર્રિકર હંમેશા નિષ્કલંક રહ્યા

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર કે જેઓ નાના એવા રાજયને ખુબ જ સારી રીતે વિકસાવવા માટે કાયમ યાદ રહેશે તે લોકનેતા પેનક્રિયાટીક કેન્સરની માંદગી સામે લાંબા સમય સુધી ઝઝુમ્યા બાદ ૮૩ વરસની વયે આ દુનિયા છોડીને વિદાય પામ્યા છે ત્યારે વિકાસશીલ મુખ્યમંત્રી અને સ્વરક્ષણમંત્રી તરીકે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. ચાર વખત મુખ્યમંત્રી અને સ્વરક્ષણમંત્રી રહેલા પરિકરે તેમના કાર્યકાળ દરમ્યાન છેલ્લા દિવસ સુધી કચેરીમાં હાજરી આપતા હતા. પરિકર બિમાર હોવા છતાં છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા અને તેમણે ગોવામાં તમામ પક્ષોને સાથે રાખી રાજકીય સંતુલન માટે ખુબ જ સફળતા મેળવી હતી.

ગોવામાં રાજકીય સ્થિરતામાં કાયમી ધોરણે વચલો રસ્તો કાઢવામાં પરિકર સફળ રહેલ હતા. શનિવારે ભાજપના નેતા નિતીન ગડકરી રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચી ગયા હતા. કોંગ્રેસે શનિવારે જ રાજયપાલ સમક્ષ સરકારે લઘુમતીમાં આવવાનો દાવો કર્યો હતો અને સરકાર રચવાની તક મળે તેવી માંગણી કરી હતી. પરિકરના અનુગામી માટે પક્ષે કવાયત તેજ કરી લીધી છે. ગોવા વિધાનસભામાં ૩૬ના સંખ્યાબળ સામે મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી, ત્રણ પક્ષો અને ભાજપના બારના સંખ્યાબળથી અત્યારે સૌથી મોટા સ્વાયતપક્ષ કોંગ્રેસ સામે ભાજપ સરકારનાં હવે પરિકરના મુખ્યમંત્રી અને કેન્દ્રિય સ્વરક્ષણમંત્રી તરીકેની સેવા યાદગાર રહેશે. તેમણે રાહુલ ગાંધીના રાફેલ મુદ્દે સરકાર પર થયેલા આક્ષેપોનો જોરદાર સામનો કર્યો હતો.

રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, પરિકર આશાઓ ફરી ભુત કરનારા નેતા હતા અને તેઓ સ્વરક્ષણમંત્રી તરીકે કયારેય નહીં ભુલાય. પરીકરે કયારેય વહિવટમાં ખોટી દખલગીરી દીધી ન હતી. તેઓ સતાના વિકેન્દ્રીકરણમાં માનતા હતા. તેમણે પણ મંત્રીઓની સલાહકાર સમિતિ બનાવીને દરેક નિર્ણયોમાં સમજુતી સાથે નિર્ણય લેવાની નવી પ્રથા અમલમાં મુકી હતી. આરએસએસના પાયાનાં સંઘસેવક હોવા છતાં તેમણે જાહેર જીવનમાં કયારેય ધર્માંતા રાજકારણને પ્રવેશવા દીધુ ન હતું. ગોવામાં સંઘના નેતાઓના ભાષણો સામે હંમેશા તે તટસ્થ રહ્યા હતા. પણજીની બેઠક પરથી જ તેઓ સ્વરક્ષણમંત્રી બન્યા હતા.

ગોવાના રાજકારણમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા હતા. ૨૦૦૦માં તેમણે પ્રથમવાર ભાજપની સરકાર રચી હતી. કોંગ્રેસના શાસનને દુર કરવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. ૭૦૦ કાર સેવકોને લઈને તેઓ રામજન્મ ભૂમિ રેલીમાં તેઓ જોડાયા હતા. વિકાસ કામોમાં તેમણે કયારેય રાજનીતિ આવવા દિધી નહતી. ૨૦૦૦માં તેઓ ૪૩ વર્ષની વયે મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર, લાભાર્થીઓને સીધા જ નાણા, વૃદ્ધોને પેન્શન અને આરોગીને વિમા જેવી યોજનાઓ દાખલ કરી હતી. પાછળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં આ યોજના જાહેર કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આધુનિક ગોવાનાં પ્રણેતા ગણાવી ભાજપના ચીરકાલિન નેતૃત્વએ દેશમાં એક આગવી ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવી હતી. ટુંકી બાયના શર્ટ અને સેન્ડલ પહેરીને દરેક પ્રસંગે અને મુશ્કેલીઓમાં યોગ્ય ઉકેલની આશા બનીને ગમે ત્યાં મોટર સાયકલ પર પહોંચનારા અને કયારેય પોતાના ફરતે સુરક્ષાના વાદળો ઘેરાવવા ન દેનાર મનોહર પરિકર લોકોનાં મુખ્યમંત્રી હતા તેમની વિદાયથી પહેલી ખોટ ગોવામાં કયારેય નહીં પુરી શકાય.

મનોહર પરિકર એવા રાજકીય નેતા તરીકે યાદ રહેશે કે જેમણે રાજકારણમાં એક આગવી ઓળખ ઉભી કરી હતી. સંઘના સંસ્કારોથી તેમણે લોકોના હૃદય સુધી પહોંચવાનો એક અલગ રસ્તો તૈયાર કર્યો હતો. પરિકર એવા નેતા હતા કે તમે તેને પ્રેમ કરો, નફરત કરો, કરો કે ન કરો પણ તમે તેને કયારેય અવગણી તો નજ શકો. ભાજપ સાથે રહીને તેમણે અનેક ક્રાંતિકારી કામો કર્યા હતા. ૧૯૮૯માં તેમણે ભાજપમાં ૪૦૦૦ સભ્યોની નોંધણીથી પર્દાપણ કર્યું હતું અને એમણે ફુલ ટાઈમ પોલીટીશીયનથી તેમણે આજે ગોવાને ૧૫ લાખની વસ્તીથી ૪.૨ લાખ સભ્યો ઉભા કર્યા છે.

સંઘ સંસ્કારી પરિકર બાળપણથી જ આરએસએસના સંસ્કારો સાથે ઉછરીને મુંબઈમાં આઈઆઈટીનો અભ્યાસ કર્યો. ગોવામાં આવીને સંઘ સંચાલક બન્યા બાદ ૧૯૮૮માં સંઘ પરિકરને વધુ જવાબદારી સોંપી. ૧૯૯૧માં ભાજપમાં જોડાયા પછી ઉતર ગોવામાં લોકસભાની ચુંટણી લડયા અને ૨૫૦૦૦ મતે જીત્યા. ૧૯૯૧માં તેમણે પક્ષ પ્રમુખનો હોદો સંભાળ્યો હતો ત્યારપછી વતનમાંથી પણજી આવ્યા અને વર્ષોથી કોંગ્રેસની ગણાતી બેઠક પર કબજો કર્યો અને ગોવાની વિધાનસભામાં ભાજપનું ખાતુ ખોલીને પરીકરે નવો ઈતિહાસ રચ્યો.

સંઘની વિચારધારા હોવા છતાં પરિકરે ગોવાના કેથોલિક સમુદાયનો અતુટ વિશ્ર્વાસ મેળવવામાં સફળતા મેળવી હતી. શિક્ષિત નેતા તરીકે તેમણે વિકાસ સાથે ભ્રષ્ટાચાર સામે લડવામાં પક્ષને માત્ર મજબુત જ નથી બનાવ્યો પરંતુ અન્ય પક્ષોને પણ મદદ‚પ થવા મજબુત બનાવવા ૪૪ વર્ષ મુખ્યમંત્રી બન્યા પરંતુ તેમની સાદગી અને લોકોની વચ્ચે રહેવામાં કોઈ જ ફરક ન પડવો તેમણે ડ્રાઈવરની બાજુમાં બેસવાની સાદગી છોડી નહીં. લોક કલ્યાણકારી યોજનાઓ અને ભ્રષ્ટાચારી રાજકારણીઓને સજા આપવાની હિંમત તેમણે બતાવી હતી. ગોવામાં ૨૭ ટકા કેથોલિક સમુદાયની વસ્તીના દિલ જીતી તેમણે આદિવાસીઓ લઘુમતી અને પછાત વર્ગને કયારેય અન્યાયનો સંદેહ થવા ન દીધો હતો અને સંઘ પ્રત્યેની છાપ પણ તેમણે બદલી નાખી હતી.

૨૦૧૨માં ભાજપે બહુમતી મેળવી ત્યારે તેમણે લઘુમતીઓને પણ સારું નેતૃત્વ આપ્યું હતું. ભ્રષ્ટાચાર સામેની લડતમાં તેમણે તમામનો સહયોગ મેળવ્યો હતો. ચાર વખત મુખ્યમંત્રી રહી ચુકેલા પરિકરે કયારેય તેમનું કાર્યકાળ સંપુર્ણપણે પુરો કર્યો ન હતો પરંતુ તે કયારેય નિરાશ થયા ન હતા. તેમણે કયારેય નિરાશ થયા વિના પોતાનું અભિયાન જારી રાખ્યું હતું. દેશના રાજકારણમાં કયારેય પરિકરનો વિકલ્પ નહીં મળે તેમણે ગોવાનું આખુ રાજકારણ બદલાવી નાખ્યું હતું. ગોવાના મુખ્યમંત્રી કાર્યાલયે મનોહર પરિકરની વિદાય બાદ એક કલાક પછી સ્વર્ગસ્થની અંતિમવિધિના કાર્યક્રમની ટવીટર પર જાહેરાત કરી હતી.

રવિવારની મોડી સાંજે લાંબા સમયની બિમારી સામે જજુમ્યા બાદ ચાર ટર્મ સુધી ગોવાના મુખ્યમંત્રી રહેલા અને પૂર્વ સ્વરક્ષણમંત્રી મનોહર પરીકરનું મૃત્યુ નિપજયું હતું. પરિકરની વિદાયને પગલે દેશના રાજકારણમાં ભારે શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું અને તેમની વિદાયના પગલે સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને દેશભરમાં રાષ્ટ્રઘ્વજ અર્ધી કાઢીએ લહેરાવીને રાષ્ટ્રીય સન્માન સાથે ભાજપના વરિષ્ઠ નેતાને વિદાય આપવામાં આવશે.

સ્વર્ગસ્થની વિદાયના એક કલાક બાદ ગોવાના મુખ્યમંત્રી કાર્યાલયે પરિકરના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને અંતિમ વિદાયના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ગોવા સરકારે મુખ્યમંત્રીની વિદાય પગલે રાજયમાં સાત દિવસના શોકની જાહેરાત કરી શાળાઓ અને રાજયભરના શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરીને તમામ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.

સ્વર્ગસ્થ મનોહર પરિકરની અંતિમ વિદાયના જાહેર થયેલા કાર્યક્રમો અંતર્ગત સ્વર્ગસ્થના પાર્થિવદેહને પણજીમાં ભાજપના મુખ્ય કાર્યાલયે સાડા નવથી સાડા દસ સુધી પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે ત્યાંથી કાલા એકેડેમી ખાતે લોકનેતાનો શ્રદ્ધાંજલી માટે લઈ જવાશે અને ૪ વાગ્યા સુધી લોકદર્શન રખાશે અને ત્યાંથી મીરા માર્ગ વિસ્તારમાં અંતિમયાત્રા યોજાશે. ગૃહમંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાશે. લગભગ પાંચ વાગ્યે પણજીથી ૪ કિલોમીટર દુર એસએજી ગ્રાઉન્ડમાં પરિકરના અંતિમ સંસ્કાર થશે.

ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોહર પરિકરની વિદાયના સમાચારથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સૌપ્રથમ શ્રદ્ધાંજલી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શોક સંદેશામાં જણાવ્યું હતું કે, પરિકર આધુનિક ગોવાના નિર્માતા હતા.

વર્ષો સુધી રાજયનું નેતૃત્વ અને સંતુલિત વ્યવહાર અને વ્યકિતત્વ અને પ્રકૃતિ અને સામાજીક સંતુલન સાથે ગોવાને વિકાસની ઉંચાઈએ લઈ જવા માટે આપણે સૌ તેમના આભારી છીએ.  ૬૩ વરસના મનોહર પરિકર છેલ્લા કેટલાક મહિનાઓથી બિમાર હતા. કયારેક તે નળી અને બાટલા સાથે જાહેરમાં દેખાતા હતા. જાન્યુઆરીમાં વિપક્ષોના રાજકીય પ્રહાર સામે તેમણે છેલ્લે નિવેદન આપ્યું હતું કે, હું મારા જીવનના અંતિમ શ્વાસ સુધી ગોવાને યોગદાન આપતો રહીશ.

પાર્રિકરના અનુગામીની શોધ માટે ભાજપની ક્વાયત શરૂ

ગોવાના મુખ્યમંત્રી મનોહરની વિદાય બાદ એકા-એક પરિકરની રાજકીય અનુગામીની પસંદગીની કવાયતનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે આખી રાત પરિકરનાં અનુગામી માટે ચલાવેલી મસલતમાં કોઈ પરીણામ મળ્યું ન હતું. પરિકરના અનુગામી તરીકે પ્રમોદ સાંવત અને બિસ્વજીતરાણે ચર્ચામાં છે.

બીજી તરફ એનજીપીનાં નેતા રાધાકૃષ્ણએ ડેપ્યુટી સ્પીકર મકાઈલ લોબોને મુખ્યમંત્રીપદ આપવાનું સુચન કર્યું છે. ગડકરીની સાથે સાથે પૂર્વ પંચાયત મંત્રી ગોવિયન ગુડની હોય પણ ચર્ચામાં આવ્યા છે. ભાજપના નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રી પદનાયક ગોવા ફોરવર્ડ પાર્ટીના એટલાન્સીઓ બાબુઓ સમો, સેનજીયામ અને ધારાસભ્ય પ્રશાંત ગોયંકર પણ આ મીટીંગમાં જોડાયા હતા.

ભાજપે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રીની પસંદગીનું કામ પૂરું કરવા નિર્ધાર વ્યકત કર્યો છે. કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી સહિતના નેતાઓ આ મડાગાંઠ ઉકેલવા માટે સક્રિય થઈ ગયા છે પરંતુ આ કામ જેટલું સરળ દેખાય છે તેટલુ ફળદાયી નહીં બને. અત્યાર સુધી પરીકરનો રાજકીય પ્રભાવ હતો તે હવે નથી રહ્યો ત્યારે ગોવામાં હવે પછીના વિકલ્પની કવાયત તેજ બની ગઈ છે. પરીકરના અનુગામીની ઝડપથી નિમણૂંક કરવા ભાજપે યોગ્ય પાત્રની તપાસ શરૂ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.