શિવસેનાનું ‘હિન્દુત્વ’ને જ અસલી ગણાવતા ઉધ્ધવ

અમારૂ ખૂનખૂન તમારૂ ખૂન પાણી !

શિવેસનાના ‘હિન્દુવાદી’ પાર્ટીના સ્થાનને ઝુંટવવા મનસેના પ્રયાસો સામે ઉધ્ધવ ઠાકરેનો વળતો પ્રહાર

આઝાદી બાદ દેશમાં બિન સાંપ્રદાયિકતાના નામે તત્કાલીન કોંગ્રેસે લઘુમતી મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ અપનાવી હતી આ મુસ્લિમ તુષ્ટીકરણથક્ષ નારાજ બહુમતિ હિન્દુ લોકોએ કોંગ્રેસના વિકલ્પ તરીકે ભાજપ, શિવસેના વગેરે જેવા પક્ષોનો ઉદય થયો હતો. હિન્દુ મતદારોએ આ પક્ષોને કોંગ્રેસના વિકલ્પ તરીકે સ્વીકારતા તેઓની સરકારો પણ બનવા પામી છે. દેશભર છેલ્લા થોડા સમયથી કટ્ટર મુસ્લિમવાદ સામે કટ્ટર હિન્દુવાદનું વાતાવરણઉભુ થયેલું જોવા મળે છે. જેથી, હિન્દુવાદી પાર્ટી બનવા તમામ રાજકીય પક્ષોમાં હોડ લાગવા માંડી છે. દેશની મુખ્ય રાજકીય પાર્ટી કોંગ્રેસે પણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને તડકે મૂકીને સોફર હિન્દુત્વવાદ તરફ વલણ વધાર્યું છે. જેના ભાગરૂપે રાહુલ, પ્રિયંકા ચૂંટણી પ્રચાર દરમ્યાન વિવિધ હિન્દુ ધાર્મિક સ્થળોએ દર્શને જવા લાગ્યા છે. આગામી સમયમાં એવા પણ દિવસો જોવા મળશે કે બંહુમતિ હિન્દુ મતદારોને રીઝવવા રાહુલ, પ્રિયંકા કે સોનિયા હનુમાન ચાલીસા પણ બોલતા નજરે ચડશે.મુંબઈમાં પ્રથમ પાવર ફૂલ ગણાતા ગુજરાતી લોકોનો વિરોધ કરીને મરાઠી લોકોમાં લોકપ્રિય બનેલા બાલા સાહેબ ઠાકરે બાદમાં હિન્દુવાદ અપનાવીને શિવસેનાની સ્થાપના કરી હતી કટ્ટર હિન્દુવાદનો અજેન્ડા બનાવીને શિવસેનાએ ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકારો પણ બનાવી હતી. પરંતુ તાજેતરમાં શિવસેનાએ ફરીથક્ષ સતા માટે હિન્દુત્વવાદને બાજુ પર રાખીને મુસ્લિમ તુષ્ટીકરણ અપનાવનારા કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર રચી છે. જેથી શિવસેના પાર્ટીનું કટ્ટર હિન્દુવાદી પાર્ટીનું સ્થાન મેળવવા રાજ ઠાકરેએ તેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું નવનિર્માણ કર્યું છે. રાજ ઠાકરેએ મનસેના ઝંડાને કટ્ટર હિન્દુવાદી રંગ આપીને પરમ દિવસે મુંબઈમાં વિશાળ રેલી કાઢીને કટ્ટર હિન્દુવાદ અપનાવવાનો સંકેત આપ્યો હતો. જેથી પોતાનો હિન્દુવાદનો અજેન્ડા છીનવાઈ જતા જોઈને શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેએ ગઈકાલે પલટવાર કરીને શિવસેનાના હિન્દુત્વવાદને અસલી ગણાવ્યું હતુ જોકે રાજકારણમાં દરેક કટ્ટરવાદ આખરે વિનાશ નોતરે છે. તે હિન્દુવાદ તરફ આંધળીદોડ કરનારા પક્ષોએ સમજી લેવાની જરૂર છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે તેમના પિતરાઇ ભાઇ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું હતું કે શિવસેનાને તેના હિન્દુત્વને સાબિત કરવા ધ્વજ બદલવાની જરૂર નથી. ઉદ્ધવે એમ પણ કહ્યું હતું કે ભાજપ હિન્દુત્વનો ’ધ્વજ ધારણ કરનાર’ નથી. ઉદ્ધવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રવિવારે રાજ ઠાકરેએ આઝાદ મેદાનમાં સીએએના કાયદાના સમર્થનમાં એક રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું.મહત્ત્વની વાત એ છે કે રાજ ઠાકરે હાલમાં તેમના હિન્દુત્વ રાજકારણને જીવંત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. ઉદ્ધવે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવ્યા પછી માનવામાં આવે છે કે શિવસેના હિન્દુત્વના એજન્ડાને નરમ પડી રહ્યો છે અને રાજ ઠાકરે આને પોતાના માટે એક તક તરીકે જુએ છે. તેણે તાજેતરમાં જ પોતાનો ધ્વજ પણ બદલ્યો છે.

મુખ્યમંત્રીઉદ્ધવે તેમના નિવાસ સ્થાને પાર્ટીના ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોની બેઠકમાં આ પલાવાર કર્યોે હતો. શિવસેનાના એક પદાધિકારીના કહેવા મુજબ, બેઠકમાં સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) અંગેના પ્રશ્નના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મારે મારા હિન્દુત્વને સાબિત કરવાની જરૂર નથી, કારણ કે તે સ્વ. બાળાસાહેબનું હિન્દુત્વ છે, તે શુદ્ધ છે. મેં મારી પાર્ટીનો ધ્વજ બદલ્યો નથી. એક વ્યક્તિ, એક ધ્વજ .. તે નિશ્ચિત છે. દુનિયાને આપણા હિન્દુત્વનું દાખલો આપવાની જરૂર નથી.આમ મહારાષ્ટ્રમાં હિન્દુવાહી પાર્ટી બનવા બે પિત્તરાઈ ભાઈઓ જેવાક્ષિવ તેનાના સુજીમો ઉદ્ધવ ઠાકરે અને મનસે સુજીમો રાજ ઠાકરે વચ્ચે હોડ લાગી છે.

Loading...